PHOTOS

Get rid of Lizards: આ વસ્તુ આવશે ઘરની અંદર એટલે ગરોળી નીકળી જાશે ઘરમાંથી બહાર, ટ્રાય કરી જુઓ નુસખો

Get rid of Lizards: ઘરની દિવાલો પર ફરતા જીવજંતુ ખાવા ગરોળી ઘરમાં ઘુસી જાય છે. પરંતુ એકવાર ગરોળી ઘરમાં આવી ગઈ તો પછી તેને કાઢવી મુશ્કેલ થઈ જાય છે. ઘરના ખૂણામાં છુપાઈને રહેતી ગરોળી જ્યારે બહાર આવે છે તો જીવ અદ્ધર થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ ગરોળી વધી ગઈ હોય અને તમારે કંઈપણ કર્યા વિના ગરોળીને ઘરમાંથી ભગાડવી છે તો આ ટ્રીક્સ અજમાવી શકો છો. 

Advertisement
1/5
કાળા મરીનો સ્પ્રે
કાળા મરીનો સ્પ્રે

કાળા મરીથી ગરોળીને શરીરમાં બળતરા થવા લાગે છે. તેથી ઘરમાં જ્યાં ગરોળી ફરતી હોય ત્યાં આ સ્પ્રે લગાડી દેવો. ત્યારપછી ગરોળી ક્યારેય દેખાશે નહી. ગરોળી ભગાડવાનો આ બેસ્ટ નુસખો છે. 

2/5
નેફ્થલીન બોલ
નેફ્થલીન બોલ

નેફ્થલીન બોલ્સનો ઉપયોગ કપડાને ફ્રેશ રાખવા માટે કરવામાં આવે છે. પરંતુ તેની મદદથી ગરોળી પણ દુર ભાગી શકે છે. કારણ કે તેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી. જે બોલ્સની ગંધથી ગરોળી આસપાસ પણ આવતી નથી. 

Banner Image
3/5
ઈંડાની છાલ
ઈંડાની છાલ

ઈંડા ફોડ્યા પછી તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પરંતુ જો ઘરમાં ગરોળી હોય તો ઈંડાની છાલ ફેંકવી નહીં. તેનો ભુક્કો કરી અને જે જગ્યાએ ગરોળી આવતી હોય ત્યા છાંટી દેવાથી ગરોળી આવતી બંધ થઈ જાય છે. આ એક કારગર ઉપાય છે. 

4/5
ડુંગળી અને લસણ
ડુંગળી અને લસણ

ડુંગળી અને લસણની તીવ્ર ગંધ પણ ગરોળીને ઘરમાંથી તુરંત ભગાડે છે. ડુંગળી અને લસણના ટુકડા કરી ઘરના ખૂણામાં રાખી દેવા. તેને તમે બારીમાં પણ રાખી શકો છો. જ્યાંથી ગરોળી આવતી હોય ત્યાં ડુંગળી રાખી દેવાથી ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જાશે. એની ગંધથી જ ગરોળીઓ જોજનો દૂર ભાગી જશે. 

5/5




Read More