strong> અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં જઈ રહેલી SUV કાર એએમટીએસ બસ સાથે ભટકાઈ હતી. જ્યાં એકનું મોત નિપજ્ય...
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે કાર દોડાવતા લકઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઇ ગઈ હતી. આ અકસ્માતમાં કારના ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું છે.
તો કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કાર ચાલકે ચાંદખેડા BRTS બસ સ્ટેન્ડ પાસે એક બાઇકને પણ ટક્કર મારી હતી.
AMTS બસ ડ્રાઈવર પ્રણવભાઈના જણાવ્યા મુજબ, બસ નં TCM 41 ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી SUV કાર બસ સાથે ભટકાઈ હતી.
કાર ચાલકે ભૂલથી ઊભેલી બસની પાછળ અથડાઈ જતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. કારના ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા છે.
બસમાં સવાર કેટલાક મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.