PHOTOS

વિચિત્ર અકસ્માત! ડાંગમાં ટામેટા ભરેલો ટ્રક ઘરમાં ઘૂસી ગયો, અડધું ઘર ચીરી નાંખ્યું

Accident News : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો. ટામેટા ભરેલી ટ્રક વહેલી સવારે 3 વાગ્યે ઘરમાં ઘૂસી ગઈ હતી, જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો 

Advertisement
1/5

ડાંગ જિલ્લામાં અવરનવર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો.  

2/5

નાશિકથી ટામેટા ભરી રાજપીપળા જતા GJ 22 U 3160 નંબરના ટેમ્પાની બ્રેક ફેઇલ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાપુતારા તરફથી આવતા ટેમ્પાની વઘઈના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક બ્રેક ફેઇલ થતાં બેકાબુ બનેલ ટેમ્પો દિવ્યેશ ભાઈ પટેલના મકાન માં ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો.

Banner Image
3/5

મળસ્કે 3 વાગ્યે ટેમ્પો ઘરમાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘરના સભ્યો બાજુના મકાનમાં હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. પરંતુ ટેમ્પા અને ઘરને મોટુ નુકસાન થયું હતું. 

4/5

ડ્રાઈવર અને કંડક્ટરને પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ઘરના માલિકે તંત્રને પ્રોટેક્શન વોલ બનાવવા માટે અવારનવાર રજુઆતો કરી છે, છતાં કોઈ ધ્યાને લેવાતું નથી.   

5/5




Read More