Kheda Accident News ખેડા : ગુરુવારથી શરૂ થયેલો અકસ્માતોને સિલસિલો શુક્રવારની વહેલી સવાર સુધી ચાલુ છે. ખેડા પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે. પૂરપાટ ઝડપે દોડતી કાર વચ્ચે ઢોર આવી જતા અકસ્માત સર્જાયો હતો. ચારેય વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા પાસે અમદાવાદ ઇન્દોર હાઇવે પર સીતાપૂર નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતક વ્યક્તિ બાલાસિનોરના હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. હાલ ખેડા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગત રાત્રીએ હાઇવે પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોડ પર અચાનક નીલ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. કારમાં સવાર ચારેય મૃતક મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રહેવાસી છે. ઓથવાડ તાબે આવેલા બારિયાના મુવડાના રહેવાસી હતા. બારિયાના મુવાડા ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મંડપ નક્કી કરવા જતાં દરમિયાન અકસ્માત સર્જાયો હતો.