PHOTOS

ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી, 24 કલાકમાં 3 અકસ્માતમાં 8 ના મોત, મોરબીમાં 4 મુસાફરોના મોત

Accident News : રાજ્યમાં રફતારનો કહેર હજુ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં અલગ અલગ 3 અકસ્માતમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. 
 

Advertisement
1/4
24 કલાકમાં 3 અકસ્માતમાં 8 ના મોત
24 કલાકમાં 3 અકસ્માતમાં 8 ના મોત

કચ્છ મોરબી હાઈવે પર ટેન્કર કાર વચ્ચેના અકસ્માતાં 4 મુસાફરોના મોત નિપજ્યા છે. તો સુરતના ઓલપાડમાં બેફામ કારચાલકે 2 સાયકલોને સવારોને તો તો કડીમાં બેફામ કાર ચાલકે 2 બાઈક સવારોને ટક્કર મારતાં બંનેના મોત નિપજ્યા. તો અમદાવાદ અને વાપીમાં પણ બની અકસ્માતની ઘટના બની છે. 

2/4
મોરબી અકસ્માતમાં 4 મુસાફરોના મોત 
મોરબી અકસ્માતમાં 4 મુસાફરોના મોત 

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર સુરજબારી ટોલનાકા નજીક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો. ટેન્કર અને કાર વચ્ચે મોડી રાતના સમયે અકસ્માત સર્જાતા આગ લાગી હતી. આ અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ મૃતદેહો બળીને ખાખ થઈ ગયા હતા. પાંચ બાળક અને બે ડ્રાઇવર વાહનમાં ફસાઈ ગયા હોય ફાયરની ટીમે બહાર કાઢ્યા છે. મોરબી પાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાને પહોંચીને કરી બચાવ રાહતની કામગીરી કરી. 

Banner Image
3/4
સિવિલ પોલીસ મથકમાંથી મળેલ મૃતકના નામ : 
સિવિલ પોલીસ મથકમાંથી મળેલ મૃતકના નામ : 

રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા ઉ.વ. 15 રહે. મીઠી રોહર, ગાંધીધામ. જૈમીન જગદીશભાઈ બાબરીયા ઉ.વ. 17 રહે. મીઠી રોહર, ગાંધીધામ અને શિવરામ મંગલરામ નાઈ, બિકાનેર, રાજસ્થાન  

4/4
વડોદરાના જામ્બુવા બ્રિજ નીચે થયો અકસ્માત 
વડોદરાના જામ્બુવા બ્રિજ નીચે થયો અકસ્માત 

નેશનલ હાઇવે થી વડોદરામાં પ્રવેશતા રોડ પર બાઇકસવાર દંપતીને અકસ્માત નડ્યો હતો. રોડ પર પડેલા મોટા ખાડાના કારણે બાઇકસવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા. કસ્માતમાં પતિને ગંભીર ઈજા પહોંચી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. ટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 





Read More