PHOTOS

રુંવાડા ઉભા કરી દેતી ઘટના! નવજાત બાળકીને ખાડામાં દાટીને મરવા છોડી દીધી

Surendranagar News : ઘોર કળિયુગ આવ્યો છે, લોકોમાં માનવતા મરી પરવારી છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ ધ્રુજી જાય. વિચારીને પણ રુંવાડા ઉભા થઈ જાય, ત્યારે કયા દાનવે દીકરી સાથે આવું કર્યું હશે તે વિચારો. આ તસવીર જ બોલે છે કે શું થયું હશે. અહીં કહેવા માટે શબ્દો ખૂંટી પડ્યા છે કે, કોઈ આવું કેવી રીતે કરી શકે. પરંતું ગુજરાતમાં આ થયું છે. એક દીકરીને તરછોડવી એ પૂરતું ન હતું, ઉપરથી તેને ખાડામાં દાટીને આ રીતે મરવા છોડી દેવાઈ. આવા દાનવોને તો ભગવાન પણ માફ નહિ કરે. 

Advertisement
1/5
બાળકી જમીનમાં દટાયેલી હાલતમાં હતી
બાળકી જમીનમાં દટાયેલી હાલતમાં હતી

સુરેન્દ્રનગરમાં માનવતા મરી પડી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ક્રુર માતાએ બાળકીને તરછોડી હતી. પરંતું બાળકીને જે રીતે તરછોડાઈ હતી, તે જોઈને ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય. ધ્રાંગધ્રાના હરીપર ગામે ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. આ બાળકી જમીનમાં દટાયેલી હાલતમાં હતી. બાળકી શ્વાસ લઈ શકે તે માટે તેનો ચહેરો દાટેલો ન હતો. 

2/5
લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી
લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી

સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે. ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે તેમને બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો.

Banner Image
3/5

માલધારીઓએ નજીક જોઈને જોયુ તો તેઓ પળવારમાં ધ્રુજી ગયા હતા. બાળકીને ખાડામાં દાટી ઉપર પથ્થર મૂકી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બાળકીને માટીમાંથી કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.   

4/5

જનેતાના નામને કલંકિત કરતો આ કિસ્સો છે. ચોંકાવનારી બાબત એ છે કે, જિલ્લામાં એક સપ્તાહમાં બીજી ત્યજી દેવાયેલી બાળકી મળી આવી છે. પરંતું આવુ કરવાની હિંમત કોની ચાલી હશે. 

5/5




Read More