PHOTOS

અરેરાટી થઈ જાય તેવો કિસ્સો! 7 વર્ષના બાળકના પગમાં ઘૂસી ગયા કીડા

Horror find Boy : નામીબિયા દેશમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 7 વર્ષના બાળકને પગમાં ખંજવાળ આવતા કેટલીક રેખાઓ ઉપસી આવી હતી. તેને અંદર કંઈક સળવળાટ કરી રહ્યું હોય તેવું લાગ્યું હતું. તેના પગની ગોળ ફરતે રેખા ઉપસી આવી હતી. તેના માતાપિતા તેને ડોક્ટર પાસે લઈ જતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બાળકના પગમાં કીડા ફેલાયા હતા. આ કીડા તેના પગની ચામડીની નીચે ઈંડા મૂકીને ફેલાઈ રહ્યા હતા. 
 

Advertisement
1/4
ખુલ્લા પગે રમ્યા બાદ ચેપ લાગ્યો
ખુલ્લા પગે રમ્યા બાદ ચેપ લાગ્યો

સાયન્ટિફિક રિસર્ચમાં પ્રકાશિત થયેલા કેસ સ્ટડી અનુસાર, બાળકે ડૉક્ટરોને કહ્યું કે જ્યારે તેણે તેને ખંજવાળ્યું ત્યારે તેના પગ પરની રેખાઓ વધુ સ્પષ્ટ થઈ ગઈ. ચિકિત્સકોએ છોકરાના ઘર વિશે પૂછ્યું, અને જાણ્યું કે તે ઉત્તરપૂર્વ નામિબિયાના રુન્ડુના ગીચ વસ્તીવાળા છે અને તે રેતીમાં ખુલ્લા પગે રમી રહ્યો હતો. રેતી પર ઉઘાડા પગે રમ્યા બાદ તેનામાં આ લક્ષણો જોવા મળ્યા હતા. 

2/4
પગથી સંક્રમણ થયું
પગથી સંક્રમણ થયું

પરોપજીવી કીડાઓ છોકરાની ચામડીની નીચે દબાઈ ગયા હતા અને તેની ડાબી એડી ઉપરની રેખાઓ સાથે છોડી દીધી હતી. બાળકે ચેપગ્રસ્ત પ્રાણીના મળ પર પગ મૂક્યા પછી પગ પર કીડાઓનું સંક્રમણ થયું હતું. તબીબોએ બાળકને ક્યુટેનીયસ લાર્વા માઈગ્રન્સ હોવાનું નિદાન કર્યું.  

Banner Image
3/4
કીડાઓએ પગમાં ઈંડા મૂક્યા
કીડાઓએ પગમાં ઈંડા મૂક્યા

તબીબોએ જણાવ્યું કે, આ હૂકવર્મના ઈંડા પ્રાણીઓના મળમાંથી પસાર થઈ શકે છે, જ્યારે પગ મુકવામાં આવે ત્યારે માનવ ત્વચામાં ભળી જાય છે. આવો જ એક કિસ્સો વર્ષ 2018 માં પણ સામે આવ્યો હતો.   

4/4




Read More