PHOTOS

અડધું ભારત નથી જાણતું મની મેકિંગની 10x15x20ની ફોર્મ્યુલા, સમજી ગયા તો બની જશે 1 કરોડથી વધુનું ફંડ!

Sip Calculator: ઘણીવાર લોકો શેરબજારમાં રૂપિયા ડૂબવાના ડરથી રોકાણ કરતા નથી. પરંતુ તેમ છતાં જો તમે હાઈ રિટર્ન સાથે રોકાણ શોધી રહ્યા છો તો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) પસંદ કરી શકો છો. SIPમાંથી સારું રિટર્ન મેળવીને તમે તમારા માટે એક મજબૂત ફંડ બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે SIPનું 10x15x20 ફોર્મ્યુલા તમને કરોડપતિ બનવામાં કેવી રીતે મદદ કરશે.

Advertisement
1/7
SIPમાં ચક્રવૃદ્ધિનો ફાયદો
SIPમાં ચક્રવૃદ્ધિનો ફાયદો

SIPમાં ચક્રવૃદ્ધિના ફાયદા સારા મળવાના ફુલ ચાન્સ હોય છે, જેના કારણે તમારા રૂપિયા ઝડપથી વધી શકે છે. જો તમે ભવિષ્યમાં તમારા માટે એક સારું ફંડ ઇચ્છો છો, તો પછી SIPના 10x15x20 ફોર્મ્યુલાને સમજીને રોકાણ કરવાનું શરૂ કરો. તો ચાલો જાણીએ કે, આ ફોર્મ્યુલાની મદદથી ફક્ત 20 વર્ષના રોકાણથી વ્યક્તિ કરોડપતિ કેવી રીતે બની શકે છે.

2/7
શું છે 10x15x20 ફોર્મ્યુલા?
શું છે 10x15x20 ફોર્મ્યુલા?

SIPની 10x15x20 ફોર્મ્યુલા મની મેકિંગ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલામાં જણાવવામાં આવ્યું છે કે, જો તમે 30 વર્ષની ઉંમર સુધીમાં તેમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, અને પછી 20 વર્ષ સુધી રોકાણ કરીને તમે 50 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ કેવી રીતે બની શકો છો. એટલે કે તમે નિવૃત્તિ પહેલા જ કરોડપતિ બની જશો.

Banner Image
3/7
10ની શું છે રમત?
10ની શું છે રમત?

જો તમે SIP દ્વારા સારું ફંડ બનાવવા માંગો છો, તો સૌપ્રથમ તમારે તેમાં 10,000 રૂપિયાનું રોકાણ શરૂ કરવું પડશે. રોકાણકારોએ દર મહિને એક નિશ્ચિત તારીખે બ્રેક લીધા વિના SIPમાં રૂ. 10,000નું રોકાણ કરવું પડશે.

4/7
કેટલું વ્યાજ મળશે?
કેટલું વ્યાજ મળશે?

જો તમે દર મહિને તમારા SIPમાં 10,000 રૂપિયાનું રોકાણ કરી રહ્યા છો, તો પછી તમે આ રોકાણ પર સરળતાથી 12 ટકા સુધી વાર્ષિક વ્યાજ મેળવી શકો છો. તમારા માટે 12 ટકાના વ્યાજ પર એક સારું ફંડ બની જશે.

5/7
કેટલા સમય માટે રોકાણ કરવું પડશે?
કેટલા સમય માટે રોકાણ કરવું પડશે?

જો તમે SIPમાં 10,000 રૂપિયાનું રોકાણ કરીને ભવિષ્યમાં કરોડપતિ બનવા માંગો છો, તો તમારે 20 વર્ષ સુધી રોકાયા વિના તમારું રોકાણ ચાલુ રાખવું પડશે. એટલે કે, જો તમે 20 વર્ષ સુધી 10,000 રૂપિયાની SIP ચાલુ રાખશો, તો તમે કરોડપતિ બનશો, તે પણ 12 ટકા વ્યાજ દરની મદદથી.

6/7
શું છે મેચ્યોરિટીનું કેલકુલેસન?
શું છે મેચ્યોરિટીનું કેલકુલેસન?

હવે ચાલો SIPના 10x15x20 ફોર્મ્યુલાના મની મેકિંગની ફુલ ગણતરી સમજીએ. SIPમાં 20 વર્ષ માટે 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, આ રોકાણ પર સરેરાશ 12 ટકા વાર્ષિક વ્યાજ મળી શકે છે. આ મુજબ 20 વર્ષમાં રોકાણની રકમ ₹24,00,000 થશે. આના પર તમને 12 ટકા એટલે કે ₹1,08,70,734નું વળતર મળશે. આ મુજબ કુલ ભંડોળ ₹ 1,32,70,734 થશે. 

7/7

(Disclaimer- રોકાણ કરતા પહેલા, SIP ગણતરી દ્વારા ફંડ અને વળતર વિશેની બધી માહિતી મેળવો)





Read More