y-Free Gold Import: દુબઈથી પરત ફરતા સમયે પોતાની બેગમાં સોનું ભરીને લાવવાનું સપનું ઘણા લોકો જુએ છે. કારણ કે દુબઈમાં સોનું સામાન...
દરરોજ આપણે સમાચારો જોઈએ છીએ કે કસ્ટમ વિભાગે એરપોર્ટ પર સોનાની દાણચોરી માટે કોઈની ધરપકડ કરી છે. આમાંથી મોટા ભાગના એવા લોકો છે જેઓ દુબઈથી ગુપ્ત રીતે સોનું લાવવાનો પ્રયાસ કરે છે.
દેશના અલગ-અલગ એરપોર્ટ પરથી દરરોજ એવા સમાચારો સામે આવે છે કે, વિદેશથી પરત ફરી રહેલા શખ્સને સોનાની તસ્કરીના આરોપમાં કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. આમાંના મોટા ભાગના એવા લોકો છે કે, જેઓ ક્યારેક બેલ્ટમાં છુપાવીને તો ક્યારેક તેને ચોકલેટમાં ઢાંકીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું ગુપ્ત રીતે લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કસ્ટમ વિભાગની બાજ નજરથી કોઈ બચતું નથી.
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, આખરો લોકો દુબઈથી કેમ સોનું ખરીદીને લાવે છે. આ સિવાય એ જાણવું પણ જરૂરી છે કે, ભારતમાં સોનું લાવવા માટેના નિયમ-કાનૂન શું છે. જેથી તમારી વિદેશ યાત્રા કોઈ કાનૂની ઝંઝટમાં ન ફેરવાય.
દુબઈથી પરત ફરતા સમયે પોતાની બેગમાં સોનું ભરીને લાવવાનું સપનું ઘણા લોકો જુએ છે. કારણ કે દુબઈમાં સોનું સામાન્ય રીતે ભારત કરતાં 8-10% સસ્તું હોય છે. પરંતુ આ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તમે ભારતીય કસ્ટમ કાયદા મુજબ સોનું લાવશો. જો તમે યોગ્ય રીતે જાહેર નહીં કરો તો આ ડીલ મોંઘી સાબિત થઈ શકે છે. તમારે દંડ, જપ્તી અને કાનૂની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.
જો કોઈ પુરુષ પ્રવાસી દુબઈથી ભારત પરત ફરી રહ્યો હોય, તો તે 20 ગ્રામ સુધીનું સોનું (મહત્તમ મૂલ્ય ₹50,000 સુધી) કસ્ટમ ડ્યુટી વિના લાવી શકે છે. જો તેનાથી વધારે હોવા પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી ફરજિયાત છે. જો કોઈ પુરુષ 20 ગ્રામથી વધુ અને 50 ગ્રામથી ઓછું સોનું દુબઈથી લાવે છે, તો તેણે 3% કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. જ્યારે 50 થી 100 ગ્રામની વચ્ચે સોનું લાવવા પર 6% ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે જો કોઈ વ્યક્તિ 100 ગ્રામથી વધુ સોનું ભારતમાં લાવવા માંગે છે, તો તેણે 10% કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.
જો કે, મહિલાઓને આમાં વધુ છૂટ મળે છે. તેમને 40 ગ્રામ સુધીનું સોનું (મહત્તમ મૂલ્ય ₹1 લાખ) ડ્યુટી ફ્રી લાવવાની છૂટ છે. જ્યારે 40 ગ્રામથી 100 ગ્રામ સુધી સોનું લાવવા માટે 3 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 100થી 200 ગ્રામ માટે 6% ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ 40 ગ્રામ સુધીનું સોનું લાવવાની છૂટ છે, પરંતુ આ માટે તેઓએ પ્રમાણપત્ર અને પારિવારિક સંબંધોનો પુરાવો આપવો પડશે.
જો તમે દુબઈમાં 6 મહિના કે તેથી વધુ સમય રોકાયા પછી પાછા ફરો અને ડ્યૂટી ચૂકવો તો તમે 1 કિલો સુધીનું સોનું ભારતમાં લાવી શકો છો. આ સોનું દાગીના, સિક્કા અથવા બારના રૂપમાં હોઈ શકે છે. પરંતુ આ માટે તમારે ઇનવોઇસ બતાવવાનું રહેશે.
જો તમારી પાસે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું છે, તો તમારે તેને એરપોર્ટ પર રેડ ચેનલ દ્વારા જાહેર કરવું પડશે. ગ્રીન ચેનલ ફક્ત તે મુસાફરો માટે છે જેઓ ડ્યુટી ફ્રી મર્યાદામાં છે. ઘોષણા ન કરવાના કિસ્સામાં કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સોનું જપ્ત કરી શકાય છે અને ભારે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.