PHOTOS

S-400 એર ડિફેન્સ સિસ્ટમ એકસાથે કેટલી મિસાઇલો રોકી શકે છે ? જાણો તેની તાકાત અને ખાસિયત

S-400 Air Defense System : 8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આકાશમાંથી આવતા દરેક ખતરાને નષ્ટ કરવા માટે તૈનાત ભારતની સુરક્ષા કવચ S-400 એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. રશિયા પાસેથી મળેલી આ અદ્યતનએર ડિફેન્સ સિસ્ટમ કેટલી શક્તિશાળી છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
 

Advertisement
1/7

વિશ્વની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ S-400, મહત્તમ 400 કિમી (250 માઇલ) સુધીની રેન્જ ધરાવે છે. તે દૂરથી કોઈપણ હવાઈ ખતરાને ટ્રેક કરવા અને તેનો નાશ કરવામાં સક્ષમ છે. S-400 એકસાથે ફાઇટર જેટ, ડ્રોન, ક્રુઝ મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ અને હાઇપરસોનિક હથિયારો સહિત અનેક ખતરાઓ પર નિશાન સાધી શકે છે.

2/7

S-400 એર ડિફેન્સ સિસ્ટમની સૌથી મોટી તાકાત એ છે કે તે એકસાથે અનેક મિસાઇલો અને ફાઇટર જેટને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. તે એકસાથે 80 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. તેમજ તે એકસાથે 36 લક્ષ્યો પર હુમલો કરી શકે છે.

Banner Image
3/7

S-400 એર ડિફેન્સ સિસ્ટમ સામે દુશ્મનનું જામર પણ કામનું નથી. S-400 ઇલેક્ટ્રોનિક જામિંગના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી શકે છે. તેનો રિસ્પોન્સ સમય પણ ખૂબ ઓછો છે. S-400 અચાનક કરવામાં આવતા હુમલાઓને પણ થોડીક સેકન્ડોમાં નિષ્ફળ બનાવી શકે છે. 

4/7

S-400 મિસાઇલ 100 થી 40,000 ફૂટની ઊંચાઈએ ઉડતા લક્ષ્યોને સરળતાથી ઓળખી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે. આ એર ડિફેન્સ સિસ્ટમ 8X8 ટ્રક પર લગાવવામાં આવી છે. તેથી તેને સરળતાથી ગમે ત્યાં તૈનાત કરી શકાય છે. S-400 રણની ગરમી અને ઠંડક બંનેમાં સમાન કાર્યક્ષમતા સાથે કાર્ય કરે છે.

5/7

S-400 અદ્યતન રડાર સિસ્ટમથી સજ્જ છે. આમાં 91N6E બિગ બર્ડ રડાર અને 92N6E ગ્રેવ સ્ટોન રડારનો સમાવેશ થાય છે. આ રડાર 600 કિમી સુધીના અંતરે લક્ષ્યોને શોધી શકે છે. તે સ્ટીલ્થ એરક્રાફ્ટને પણ ટ્રેક કરી શકે છે.  

6/7

ભારતે 2018માં રશિયા સાથે 5 S-400 યુનિટ માટે 5.43 બિલિયન ડોલરનો સોદો કર્યો હતો. S-400 ચાર પ્રકારની મિસાઇલોનો ઉપયોગ કરે છે. 40N6 મિસાઇલ લાંબા અંતરના લક્ષ્યો માટે છે જે 400 કિમીની રેન્જમાં પ્રહાર કરી શકે છે. 48N6 મિસાઇલ મધ્યમ શ્રેણી માટે છે જેની રેન્જ 250 કિમી છે.

7/7

S-400 માં ટૂંકા અને મધ્યમ અંતર માટે 9M96E2 મિસાઇલ ફીટ કરવામાં આવી છે. નાના અને ઝડપી લક્ષ્યો માટે 9M96E મિસાઇલ પણ છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. આ સિસ્ટમ ભારતને હવાઈ ખતરાઓનો સામનો કરવામાં મદદ કરે છે, ખાસ કરીને સ્ટીલ્થ એરક્રાફ્ટ અને બેલિસ્ટિક મિસાઇલો.





Read More