Drinking Water: શરીર હેલ્ધી હોય અને મગજ એક્ટિવ હોય તેમાં પાણી મહત્વની ભુમિકા ભજવે છે. આપણા શરીરમાં 60 ટકા પાણી હોય છે. પાણી બોડીના ડેલી ફંકશનિંગ માટે જરૂરી છે. ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. તેથી રોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ.
એક્સપર્ટ અનુસાર એવું કોઈ ફિક્સ માપ નથી કે એક વ્યક્તિ દિવસ દરમિયાન આટલું પાણી પીવું. દરેક ઋતુમાં શરીરની પાણીની જરૂરીયાત બદલે છે. આ સિવાય વ્યક્તિએ પોતાની ફિઝિકલ એક્ટિવિટીને ધ્યાનમાં રાખી પાણી લેવું જોઈએ.
પાણી કેટલું પીવું તે યૂરીન જોઈને નક્કી કરી શકાય છે. જો પેશાબ પીળો ઉતરતો હોય, પેશાબમાંથી વાસ આવતી હોય તો વ્યક્તિએ વધારે પાણી પીવાની જરૂર હોય છે.
ગરમીમાં ઓછું પાણી પીવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. જેના કારણે તબીયત પર ખરાબ અસર થાય છે. એક્સપર્ટ અનુસાર ઉનાળામાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી હેલ્થ સારી રહે છે.
જે લોકો જીમમાં જતા હોય, જે લોકોની ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય તેમણે વધારે પાણી પીવું જોઈએ. જેથી શરીરનું તાપમાન સંતુલિત રહે અને શરીરમાં ફ્લૂઈડ લેવલ જળવાઈ રહે.