PHOTOS

સગાઈ પછી પાર્ટનરની સાથે ભૂલથી પણ ના કરો આ 5 ગંભીર ભૂલ, તૂટી જશે તમારું રિલેશન!

How To Behave After Engagement: ભારત અને દુનિયાના ઘણા ભાગોમાં લોકો ડાયરેક્ટ લગ્ન કરતા નથી, તેઓ લગ્ન પહેલાં સગાઈ કરે છે. એનો અર્થ એ કે સગાઈ અને લગ્ન વચ્ચે થોડો સમય હોય છે. આ એવો સમય છે જ્યારે કન્યા અને વરરાજાને એકબીજાને જાણવા અને સમજવાની તક મળે છે, કન્યા અને વરરાજાના પરિવારો વચ્ચેનો સંબંધ પણ વધુ મજબૂત બને છે. આજકાલ મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં એકબીજાનો સંપર્ક કરવો સરળ બની ગયો છે, પરંતુ સગાઈ પછી, તમારા માટે મર્યાદામાં રહેવું મહત્વપૂર્ણ છે, નહીં તો સંબંધ તૂટી શકે છે. ચાલો જાણીએ કે સગાઈ પછી તમારે શું ન કરવું જોઈએ.

Advertisement
1/6
ફોન પર વધારે વાત ન કરો
ફોન પર વધારે વાત ન કરો

સગાઈ પછી તમે માનીને ચાલો છો કે, હવે સામને વાળી વ્યક્તિ તમારી લાઈફ પાર્ટનર બનવાની છે, તેથી તમે મોબાઇલ ફોન પર ઘણી વાતો અને ચેટિંગ કરવાનું શરૂ કરો છો, પરંતુ આ પદ્ધતિ યોગ્ય નથી, જો તમે વધુ પડતી વાત કરશો તો ફ્લોમાં એવી વાતો બહાર આવશે જે સીક્રેટ છે અને બતાવવા લાયક નથી, તેનાથી મંગેતરનું માઈન્ડ ચેન્જ થઈ શકે છે.

2/6
વધારે મુલાકાત ન કરો
વધારે મુલાકાત ન કરો

સગાઈ પછી છોકરો અને છોકરી એકબીજાને મળવાનું શરૂ કરે છે, બહાર રાત્રિભોજન કે લંચ કરે છે, ઓળખાણો વધારે છે, સાથે ફિલ્મો જુએ છે અને કેટલાક કિસ્સાઓમાં બહાર ટ્રાવેલ પણ કરે છે, પરંતુ વધુ પડતી મુલાકાતો તમારા માટે સમસ્યા બની શકે છે, શક્ય છે કે તમે બન્ને એકલતામાં એવું બિહેવ કરી દો જેનાથી સામે વાળી વ્યક્તિ અથવા તેના પરિવારના લોકો નારાજ થઈ શકે છે. એટલા માટે મળવાનું લિમિટ રાખવું જોઈએ.

Banner Image
3/6
મંગેતર પર ગુસ્સો ન કરો
મંગેતર પર ગુસ્સો ન કરો

સગાઈ પછી ઘણીવાર છોકરો કે છોકરી મંગેતર પર હુકમ ચલાવવા લાગે છે. એક કે બે વખત તો કોઈપણ વ્યક્તિ સહન કરી શકે છે, પરંતુ જો આવું વારંવાર થાય તો સામે વાળી વ્યક્તિ ગૂંગળામણ અનુભવી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ પોતાનું જીવન જીવવા માંગે છે. જો તમે વધુ પડતું નિયંત્રણ કરવાનો પ્રયાસ કરશો, તો સામે વાળી વ્યક્તિ પોતે જ સંબંધ તોડી નાખશે. કારણ કે કોઈને પણ નિયંત્રણ કરતો પાર્ટનર પસંદ નથી.

4/6
વધારે ફ્લર્ટ ના કરો
વધારે ફ્લર્ટ ના કરો

તમારા ભાવિ જીવનસાથી સાથે હળવા-મસ્તીભર્યા મજાક સંબંધોને મજબૂત બનાવે છે, પરંતુ જો તમે વધુ પડતું ફ્લર્ટ કરશો, તો તે તમારી નકારાત્મક છબી બનાવી શકે છે, તમારા મંગેતરને લાગશે કે તે પહેલાથી જ ફ્લર્ટિંગમાં નિષ્ણાત છે અને તે કોઈ અન્ય વ્યક્તિ સાથે આવું કરતો હશે. આવી ક્રિયાઓ બિનજરૂરી શંકા પેદા કરશે.

5/6
અપમાન ન કરો
અપમાન ન કરો

તમારા ભાવિ જીવનસાથીનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેમને કોઈ કારણ વગર ખીજાવ છો, તેમની ઓછી આવક કે શિક્ષણ માટે તેમની મજાક ઉડાવો છો, કોઈપણ પ્રકારની બોડી શેમિંગ કરો છો અથવા તેમના પરિવારના સભ્યોની મજાક ઉડાવો છો, તો કોઈ પણ આવી ડિસરિસ્પેક્ટને સહન કરશે નહીં.

6/6

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)





Read More