Camphor Remedies: પૂજા-પાઠમાં કપૂરનો ઉપયોગ વિશેષ રીતે થાય છે. કપૂર વિના પૂજા, આરતી અધુરી ગણાય છે. કપૂર એટલું ચમત્કારી અને પાવરફુલ છે કે તે વ્યક્તિનું ભાગ્ય ચપટી વગાડતા બદલી શકે છે. આજે તમને કપૂરના આવા જ ચમત્કારી ટોટકા વિશે જણાવીએ.
પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતું કપૂર શુભ ગણાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કપૂરના કેટલાક ઉપાયો જણાવેલા છે જે ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ વધારે છે
જો તમે ઘરમાં ધનની આવક વધારવા માંગો છો તો કપૂરનો એક ટુકડો ગુલાબના ફૂલમાં રાખી માં દુર્ગાને આ ફુલ અર્પણ કરી અને કપૂર સળગાવો. તેનાથી અટકેલું ધન પરત મળે છે.
જો તમે ઝડપથી અમીર બનવા માંગો છો તો રાત્રે રસોડું સારી રીતે સાફ કરી ત્યાં ચાંદીની વાટકી રાખી તેમાં કપૂર અને લવિંગ સળગાવો. તેનાથી જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી.
ઘરમાં વાસ્તુ દોષના કારણે ક્લેશ થતો હોય, કારણ વિના ઊંઘ ન આવતી હોય તો રોજ સાંજે ઘરમાં કપૂર સળગાવો અને ઘરમાં તેની સુગંધ ફેલાવો.
જો તમે કોઈ સમસ્યામાં ફસાયા હોય તો હનુમાનજીના મંદિરમાં જઈ 5 લવિંગને કપૂર સાથે સળગાવી દો અને હનુમાનજીને સંકટમુક્તિ માટે પ્રાર્થના કરો.