PHOTOS

Kankhajura: વારંવાર બાથરુમમાં નીકળે છે કાનખજૂરો ? આ 4 ટ્રિક્સ અપનાવશો તો કાનખજૂરાથી કાયમી મુક્તિ મળી જશે

Get Rid Of Kankhajura: વરસાદી વાતાવરણમાં કેટલાક અણગમતા મહેમાનોની ઘરમાં એન્ટ્રી વધી જાય છે. ભેજવાળા વાતાવરણમાં બાથરૂમ અને રસોડાની સિંકમાંથી કાનખજૂરો વધારે પ્રમાણમાં નીકળે છે. કાનખજૂરાને જોઈને પણ ચીતરી ચઢી જાય છે તેથી તેને પકડવા મુશ્કેલ છે. એટલે જ એવું કામ કરવું જોઈએ કે કાનખજૂરા ઘરમાં આવે જ નહીં.
 

Advertisement
1/6
કાનખજૂરો
કાનખજૂરો

ઘણા લોકોના બાથરૂમની ડ્રેનેજમાંથી અને રસોડાની સીંકમાંથી ઘરમાં કાનખજુરા ઘૂસી જતા હોય છે. કાનખજૂરા ઘરમાં ન આવે તેવી ઈચ્છા હોય તો આ 4 માંથી કોઈ એક ઉપાય કરો.  આ ટીપ્સ ફોલો કરશો તો સિંકમાંથી કે બાથરૂમમાંથી ઘરમાં કાનખજૂરા આવશે જ નહીં.  

2/6
મીઠાનો ઉપયોગ કરો 
મીઠાનો ઉપયોગ કરો 

જે લોકોના બાથરૂમની ડ્રેનેજમાંથી વારંવાર કાન ખજૂરા નીકળતા હોય તેમણે કાનખજૂરને કાયમી દૂર કરવા માટે ડ્રેનેજ હોલમાં મીઠું ભભરાવીને છોડી દેવું જોઈએ. રાત્રે ડ્રેનેજ હોલ પર મીઠું છાંટીને રાખશો એટલે ત્યાંથી કાનખજૂરો આવશે જ નહીં.

Banner Image
3/6
ચુનાનો ઉપયોગ કરો 
ચુનાનો ઉપયોગ કરો 

કાનખજૂરા બાથરૂમની ડ્રેનેજમાંથી બહાર ન આવે તે માટે ચૂનાનો ઉપયોગ પણ કરી શકાય છે. સ્પ્રે બોટલમાં પાણી ભરી તેમાં ચૂનો મિક્સ કરી દો. આ પાણીને નિયમિત રાત્રે બાથરૂમની ડ્રેનેજમાં અને રસોડાની સિંકમાં છાંટી દો જેથી રાત્રે કાનખજૂરા અંદર ન ઘૂસે. તમે ચૂનાનું ઘટ્ટ મિશ્રણ બનાવીને પણ ડ્રેનેજની આસપાસ લગાડી શકો છો તેનાથી કાનખજૂરા મરી જાય છે.   

4/6
વાઈટ વિનેગર 
વાઈટ વિનેગર 

કાનખજૂરાને ભગાડવા માટે વાઈટ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. જો તમને દેખાય કે કાનખજૂરા ડ્રેનેજમાં કે સિંકની પાઇપમાં આવી ગયો છે તો તેને બહાર નીકળવાથી રોકવા માટે વાઈટ વિનેગર અને ડેટોલનું મિશ્રણ તૈયાર કરી સિંકમાં રેડી દો. તેનાથી કાનખજૂરા અને ડ્રેનેજમાં રહેલી અન્ય જીવાત દૂર થઈ જશે. 

5/6
રિફાઇન્ડ ઓઇલ 
રિફાઇન્ડ ઓઇલ 

રિફાઇન્ડ ઓઈલનો ઉપયોગ કરવાથી પણ કાનખજૂરા ભાગી જાય છે. બાથરૂમની ડ્રેનેજની આસપાસ અને રસોડાની સીંક ઉપર રિફાઇન્ડ ઓઇલ લગાડી શકાય છે. તમે રિફાઇન્ડ ઓઈલમાં રૂ પલાળીને સિંકમાં રાખી પણ શકો છો. રિફાઇન્ડ ઓઇલના કારણે કાન ખજૂરા સિંકમાંથી બહાર નહીં આવે.

6/6




Read More