PHOTOS

Rain Insects: વરસાદ પછી બારી-દરવાજા ખુલ્લા રાખશો તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરી લો આ 1 કામ

Get Rid Of Rain Insects: ચોમાસુ પોતાની સાથે ઘણી બધી સમસ્યા પણ લાવે છે. જેમાં સૌથી મુખ્ય છે પાંખવાળી જીવાત. આ સમસ્યા ગૃહિણીઓ માટે માથાનો દુખાવો હોય છે. વરસાદ પછી ભુલથી પણ બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો લાઈટથી આકર્ષિત થઈને પાંખવાળી જીવાતના ઝુંડ ઘરમાં ઘૂસી જાય છે. આ જીવાતને કેવી રીતે ભગાડવી તે મોટો પ્રશ્ન હોય છે. પરંતુ આજે તમને કેટલાક એવા સરળ કામ જણાવીએ જેને કરી લેવાથી બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ તમારા ઘરમાં પાંખવાળી એક પણ જીવાત નહીં ફરકે. 

Advertisement
1/6
સાફ સફાઈ 
સાફ સફાઈ 

જીવજંતુઓ ત્યાં જ વધારે આવે છે જ્યાં સાફ-સફાઈનો અભાવ હોય. વરસાદ પછી ઘરને સાફ રાખો. દિવસમાં બેથી ત્રણ વખત ફિનાઈલના પોતા કરી લો. જે વસ્તુઓ વારંવાર ખરાબ થતી હોય તેને ફીનાઇલ વડે સાફ કરો. આમ કરશો તો વરસાદી તુઓ ઘરમાં આવશે જ નહીં. 

2/6
નેટનો કરો ઉપયોગ 
નેટનો કરો ઉપયોગ 

વરસાદ પછી લાઇટની આસપાસ જીવજંતુઓ વધારે ફરકવા લાગે છે. આ જંતુઓને ઘરમાં આવતા અટકાવવા હોય તો બારી દરવાજામાં નેટ લગાવી દેવી જોઈએ. નેટનો ઉપયોગ કરવાથી બારી દરવાજા ખુલ્લા પણ રાખી શકો છો અને ઘરમાં જીવજંતુઓને આવતા પણ અટકાવી શકાય છે.

Banner Image
3/6
લીમડો અને તુલસી 
લીમડો અને તુલસી 

વરસાદ પછી નીકળતી પાંખવાળી જીવાતને ઘરમાંથી દૂર કરવી હોય તો કડવો લીમડો અને તુલસીના પાન ઉપયોગી સાબિત થશે. આ બંને વસ્તુમાં કીટાણુનાશક ગુણ હોય છે. લીમડાના તેલનો સ્પ્રે બનાવીને તમે સાંજના સમયે લાઇટની આસપાસ છાંટી દેશો તો જીવજંતુઓ ઘરમાં નહીં આવે. આ સિવાય તમે તુલસીના પાનને બારી દરવાજા પાસે રાખી શકો છો તેનાથી પણ ઘરમાં આવતી જીવાત અટકે છે. 

4/6
મીણબત્તી 
મીણબત્તી 

મીણબત્તીનો ઉપયોગ કરીને પણ તમે પાંખવાળા જંતુઓને દૂર કરી શકો છો. તેના માટે લેવેન્ડરની સુગંધ વાળી કેન્ડલ ઘરમાં અલગ અલગ જગ્યાએ સળગાવો. લેવેન્ડરની સુગંધથી પાંખવાળા જીવજંતુઓ દૂર ભાગે છે. સાંજના સમયે કેન્ડલ ઘરમાં રાખવાથી પાંખવાળા જંતુઓ આવતા નથી. 

5/6
બોરિક પાઉડર 
બોરિક પાઉડર 

બોરિક પાઉડર અસરકારક કીટનાશક છે. તે વરસાદી કીડાઓને ઘરથી દૂર રાખવામાં મદદ કરે છે. બારી દરવાજા અને ઘરની આસપાસની દીવાલો પાસે બોરિક પાવડરનો છંટકાવ કરવો. તેનાથી વરસાદી જીવજંતુઓનો ઉપદ્રવ પણ અટકી જશે.

6/6




Read More