વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. આવામાં ઘરમાં માખી, મચ્છર, વંદા, કીડીઓ જોવા મળે છે. ખાસ કરીને કીડીઓ દરવાજા, જમીન, દીવાલ, કિચન, ખાણીપીણીની વસ્તુઓમાં પણ ઘૂસી જાય છે. આવામાં ગંદકીની સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
કિચનમાં જો ખાણીપીણીની વસ્તુઓમાં પણ કીડી ઘૂસી જતી હોય અને અનાજ, લોટ, ખાંડ અને ગળી વસ્તુઓના ડબ્બા પર કીડીઓ જોવા મળતી હોય તો આવામાં તમે ચોખા, લોટ, ખાંડના ડબ્બામાં લવિંગ નાખી દેશો તો તેનાથી છૂટકારો મળી શકે છે.
અનેકવાર વરસાદની ઋતુમાં ભેજ હોવાના કારણે કિચનના સ્લેબ કે ફર્શમાં પણ કીડીઓ ફરવા લાગે છે. જે હાઈજીનની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું. આવામાં સ્લેબ કે ફર્શ પર વ્હાઈટ વિનેગર નાખીને તેને સારી રીતે પોતું ફેરવી લો. તેનાથી કીડીઓ ભાગી જશે.
લીંબુનો રસ પણ તમને કીડીઓ ભગાડવામાં મદદ કરી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચોવી લો. હવે તેને કીડીઓવાળી જગ્યા પર છાંટી દો. લીંબુનું ખટાશપણું કીડીઓને ભગાડી દેશે.
મીઠાથી પણ કીડી ભાગી શકે છે. કીડીઓની અવરજવરવાળા રસ્તા પર મીઠું ભભરાવો. તેનાથી પણ કીડીઓ ભાગી જશે. આ ખુબ જ સરળ અને સારો ઉપાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)