PHOTOS

Lemon: લીંબુમાં રસ છે કે નહીં આ ટ્રીકથી જાણો, આ રીતે ખરીદશો લીંબુ તો નહીં છેતરાવ ક્યારેય

ાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જેમકે લીંબુ. લીંબુ વિના રસોઈનો સ્વાદ પણ અધૂરો લાગે છે. ઉનાળા દરમિયાન લીંબુ પાણીનો ઉપયોગ વધારે કરવા...

Advertisement
1/5
લીંબુની છાલ 
લીંબુની છાલ 

લીંબુ ખરીદો ત્યારે તેની છાલ પર ધ્યાન આપો. પાતળી અને ચમકદાર છાલ હોય તેવા લીંબુમાં રસ વધારે હોય છે. તેનાથી વિરુદ્ધ જાડી છાલના અને ખરબચડા લીંબુ રસ વિનાના હોય છે. 

2/5
લીંબુનું વજન 
લીંબુનું વજન 

જો લીંબુ રસથી ભરપૂર હોય તો તેનું વજન સૂકા લીંબુની સરખામણીમાં વધારે હોય છે. તેથી હંમેશા વધારે વજન હોય તેવા લીંબુ પસંદ કરવા. લીંબુનું વજન વધારે એટલે રસ પણ વધારે. 

Banner Image
3/5
સોફ્ટ લીંબુ 
સોફ્ટ લીંબુ 

લીંબુ ખરીદો ત્યારે તેને હાથથી થોડા દબાવીને ચેક કરો. જો લીંબુમાં રસ હશે તો લીંબુ સોફ્ટ હશે. જો લીંબુ કડક હોય તો તેમાં રસ નથી હોતો. અંદરથી રસ વિનાના અને ડ્રાય લીંબુ કડક હોય છે. 

4/5
પીળા રંગના લીંબુ 
પીળા રંગના લીંબુ 

માર્કેટમાં લીલા અને પીળા એમ બે રંગના લીંબુ મળે છે. તમારે રસવાળા લીંબુ ખરીદવા હોય તો પીળા રંગના લીંબુ જ પસંદ કરવા. પીળા લીંબુમાં સુગંધ અને રસ બંને વધારે હોય છે.

5/5




Read More