PHOTOS

Weight Loss Fruits: વજન ઘટાડવામાં માહિર છે 4 ફળ, ઘટી જાય છે પેટની ચરબી


Weight Loss Tips: તાજા ફળોને આપણા સ્વાસ્થ્યના મિત્ર માનવામાં આવે છે, કારણ કે તેમાં તમામ ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ઘણા લોકો વજન ઉતારવા માટે ફ્રૂટ્સનું સેવન કરે છે. આજકાલ ફેટ એક મોટી સમસ્યા છે, તેના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. જેમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ડાયાબિટીસ, અને હાર્ટ એટેક સામેલ છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે કયા-કયા ફ્રુટ ખાવા જોઈએ. 
 

Advertisement
1/5
વજન ઘટાડતા ફળ
વજન ઘટાડતા ફળ

આપણે હંમેશા તેલવાળું અને મીઠી વસ્તુ ખાયને આપણું વજન વધારી લેતા હોઈએ, પરંતુ જો તમે કેટલાક ફળનું સેવન કરશો તો તમને વજન ઘટાડવામાં ખુબ મદદરૂપ થશે.

 

 

2/5
સફરજન
સફરજન

 

કહેવામાં આવે છે કે દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. આ ફળમાં પોલીફિનોલ્સ હોય છે જે વજન ઘટાડવામાં ઉપયોગી છે. તમારે તમારા ડાયટમાં દરરોજ એક સફરજન સામેલ કરવું જોઈએ, તમે તેનું જ્યુસ પણ પી શકો છો. 

Banner Image
3/5
કીવી
કીવી

તમારે કીવીનું ફળ જરૂર ખાવું જોઈએ, ભલે તે દેખાવમાં નાનું હોય પરંતુ સ્વાસ્થ્યને ખુબ ફાયદો આપે છે. આ ફળ વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર વધુ માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

4/5
સંતરા
સંતરા

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને સફળતા મળી રહી નથી તો તમારે સંતરા સાથે મિત્રતા કરી લેવી જોઈએ. સંતરાનું ફળ કે તેના જ્યુસનું સેવન કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે. સંતરાને ખાવાથી વધુ ફાયદો થાય છે કારણ કે તેના રેશામાં ફાઈબર હોય છે. 

5/5
પપૈયું
પપૈયું

પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ન્યૂટ્રિએન્ટ્સ ઘણા વધારે છે. તેમાં ગેલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)





Read More