Get Rid of Lizards In One Day: ઉનાળો શરુ થાય એટલે ઘરમાં ગરોળીની સંખ્યા વધવા લાગે છે. દીવાલ પર ફરતી ગરોળી જોઈ નાના-મોટા સૌને બીક લાગે. પરંતુ શું તમને ખબર છે એવી 5 વસ્તુઓ છે જેનાથી ગરોળી દુર ભાગે છે? આ 5 વસ્તુઓને જોઈને પણ ગરોળી ભાગી જાય છે. આ વસ્તુઓ ઘરમાં લાવીને તમે ગરોળી નામની ચિંતાથી મુક્ત થઈ શકો છો.
ઈંડાની ગંધથી ગરોળી દુર ભાગે છે. જો તમે ઈંડાના ફોતરાં એવી જગ્યાએ રાખી દેશો જ્યાં ગરોળી વારંવાર આવતી હોય તો ગરોળી ત્યાંથી ભાગી જશે.
મરી પાવડરની ગંધ પણ તીખી અને તીવ્ર હોય છે. મરીના પાવડરમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને લાઈટની આસપાસ જો તમે મરી પાવડરનું મિશ્રણ લગાડી દેશો તો ત્યાં ગરોળી ફરતી જોવા નહીં મળે.
લસણ અને ડુંગળીમાં પણ તીવ્ર ગંધ હોય છે જે ગરોળીને પસંદ નથી. સાંજ સમયે બારી ખુલ્લી રાખો તો ત્યાં લસણ કે ડુંગળીના ટુકડા પણ રાખી દો. ત્યાંથી ગરોળી ઘરમાં ઘુસવાનું જ બંધ કરી દેશે.
ફિનાઈલની ગોળી પણ કબાટ અને અન્ય જગ્યાએ રાખી દેશો તો ત્યાં ગરોળી ફરતી દેખાશે નહીં.
માનવામાં આવે છે કે મોરપંખ હોય ત્યાં ગરોળી ન આવે. જો તમે ઘરના ખૂણામાં મોરપંખ રાખી દેશો તો ઘરમાં હશે તે ગરોળી પણ ઘરમાંથી ભાગવા લાગશે.