PHOTOS

હવે ઈન્ટરનેટ વગર આ રીતે કરો ડિજિટલ પેમેન્ટ! આ શાનદાર સર્વિસથી ડેટા વિના પણ કરી શકો છો રૂપિયા ટ્રાન્સફર

Transfer Money Without Internet : આજના સમયમાં UPI દ્વારા મોબાઇલથી રૂપિયાની લેવડદેવડ ખૂબ જ સરળ બની ગઈ છે. પરંતુ ઘણી વખત એવી જગ્યા કે પરિસ્થિતિ ઉભી થાય છે જ્યાં ઇન્ટરનેટ ન હોય અને રૂપિયા મોકલવા જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં લોકો ચિંતામાં પડી જાય છે કે હવે શું કરવું. તો ચાલો જાણીએ આવી પરિસ્થિતિનો રૂપિયા મોકલવાની સરળ રીત વિશે.

Advertisement
1/8
આ છે ઇન્ટરનેટ વિનાનો ડિજિટલ ઉકેલ
આ છે ઇન્ટરનેટ વિનાનો ડિજિટલ ઉકેલ

જો તમારી પાસે ડેટા નથી, અથવા તમે એવી જગ્યાએ છો જ્યાં ઇન્ટરનેટ કામ કરતું નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકાર અને NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)એ *99# USSD સર્વિસની સુવિધા પૂરી પાડી છે, જેના દ્વારા તમે ઇન્ટરનેટ વિના પણ UPI દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

2/8
શું છે આ *99# UPI સર્વિસ અને કેવી રીતે કરે છે કામ?
શું છે આ *99# UPI સર્વિસ અને કેવી રીતે કરે છે કામ?

*99# એક USSD આધારિત મોબાઇલ બેન્કિંગ સેવા છે જે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિના કામ કરે છે. આ સર્વિસ દ્વારા તમે સરળતાથી રૂપિયા મોકલી શકો છો, બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો અને UPI પિન પણ બદલી શકો છો. આ સુવિધા દરેક નેટવર્ક પર 24x7 ઉપલબ્ધ છે.

Banner Image
3/8
આ છે રૂપિયા મોકલવાની પૂરી પ્રક્રિયા
આ છે રૂપિયા મોકલવાની પૂરી પ્રક્રિયા

ઇન્ટરનેટ વિના રૂપિયા મોકલવા માટે તમારા મોબાઇલ ડાયલરમાં *99# ડાયલ કરો અને કોલ કરો. આ પછી પહેલા 1 દબાવીને તમારી પસંદગીની ભાષા જેમ કે હિન્દી પસંદ કરો. પછી તમે જેને રૂપિયા મોકલવા માંગો છો તેની UPI ID વિગતો દાખલ કરો. આ પછી તમારો UPI PIN દાખલ કરો અને કન્ટીન્યૂ કરો.

4/8
ધ્યાનમાં રાખો આ જરૂરી બાબતો
ધ્યાનમાં રાખો આ જરૂરી બાબતો

આ સુવિધા દ્વારા તમે એક સમયે વધુમાં વધુ ₹5000 ટ્રાન્સફર કરી શકો છો. જો કે, આ સુવિધા સંપૂર્ણપણે સલામત છે અને નાના વ્યવહારો માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે ડેટા કે સ્માર્ટફોન ન હોય.

5/8
જો UPI પિન નથી, તો આ રીતે કરો સેટ
જો UPI પિન નથી, તો આ રીતે કરો સેટ

જો તમે હજુ સુધી UPI પિન સેટ કર્યો નથી, તો *99# પર કોલ કરો અને ‘Set UPI PIN’ વિકલ્પ પસંદ કરો. આ પછી તમારે તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંકો અને એક્સપાયરી ડેટ (MMYY) જેવી અન્ય માહિતી દાખલ કરવી પડશે.

6/8
OTP વેરિફિકેશન છે જરૂરી
OTP વેરિફિકેશન છે જરૂરી

આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો. હવે તમે તમારી પસંદગીના 4 કે 6 અંકનો નવો UPI પિન બનાવી શકો છો. સુરક્ષા માટે આ પિનને ફરીથી દાખલ કરીને પુષ્ટિ કરો. હવે તમારું UPI ઉપયોગ માટે તૈયાર છે.

7/8
દરેક નેટવર્ક અને ફોન પર કરે છે કામ
દરેક નેટવર્ક અને ફોન પર કરે છે કામ

તમને જણાવી દઈએ કે, આ સર્વિસ ભારતના તમામ મુખ્ય મોબાઇલ નેટવર્ક જેમ કે એરટેલ, જિયો, વીઆઈ, બીએસએનએલ વગેરે પર ઉપલબ્ધ છે. આ સુવિધા સામાન્ય કી-પેડ ફોન પર પણ કામ કરે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે.

8/8
ડિજિટલ ઇન્ડિયાને મળશે વધુ મજબૂતી
ડિજિટલ ઇન્ડિયાને મળશે વધુ મજબૂતી

*99# UPI સેવા કરોડો લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા જેઓ ઇન્ટરનેટ કનેક્શનથી દૂર છે. આ સુવિધા ભારતને ખરા અર્થમાં કેશલેસ અને ડિજિટલ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. 





Read More