PHOTOS

5499 રૂપિયાનું JioPC કેવી રીતે કરે છે કામ ? TVને બનાવી દેશે કમ્પ્યુટર

JioPC : Jio દ્વારા JioPC સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. આ સર્વિસ દ્વારા તમે તમારા સ્માર્ટ ટીવીને કમ્પ્યુટરમાં ફેરવી શકો છો. ત્યારે આ લેખમાં JioPC સર્વિસ કેવી રીતે કામ કરે છે, તેના વિશે જાણીશું. 

Advertisement
1/6

Jioએ તેની 5499 રૂપિયાની JioPC સર્વિસ લોન્ચ કરી દીધી છે. આ સર્વિસની મદદથી તમે સ્માર્ટ ટીવીને કમ્પ્યુટરમાં ફેરવી શકો છો. આ સર્વિસ Jio સેટ ટોપ બોક્સ પર ઉપલબ્ધ છે. તમે તેને 5499 રૂપિયા ચૂકવીને અથવા Jio સબ્સ્ક્રિપ્શન સાથે ખરીદી શકો છો.

2/6

જો કે, હાલમાં આ સર્વિસ મફત ટ્રાયલ પર છે અને કંપની તેને ઇન્વિટેશન દ્વારા ઓફર કરી રહી છે. કારણ કે તે ક્લાઉડ આધારિત છે, તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું આવશ્યક છે.

Banner Image
3/6

આ સર્વિસનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમારે ટીવી અને Jio સેટ ટોપ બોક્સ ચાલુ કરવું પડશે. આ પછી તમારે એપ્લિકેશન્સ પર જવું પડશે અને JioPC એપ્લિકેશન ખોલવી પડશે.

4/6

આ પછી તમારે USB અથવા બ્લૂટૂથ કીબોર્ડ અને માઉસ પ્લગઇન કરવું પડશે. તમને JioPC વેબસાઇટ પર સપોર્ટેડ કીબોર્ડ અને માઉસની વિગતો મળશે. આ પછી તમારી પાસે JioPC એકાઉન્ટ હોવું જોઈએ. તમારે વ્યક્તિગત વિગતો દાખલ કરવી પડશે અને Continue પર ક્લિક કરવું પડશે.

5/6

છેલ્લે તમારે Launch Now પર ક્લિક કરવું પડશે. આ પછી તમને JioPCની સર્વિસ મળશે. હવે તમે તમારા ટીવી પર કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકશો.

6/6

આ સર્વિસ એક ક્લાઉડ પીસી છે, જેનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. ઉપરાંત અલગથી કીબોર્ડ અને માઉસ ખરીદવું પડશે. કંપનીએ આ સેવા કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે તેની માહિતી આપી નથી. શક્ય છે કે તે Jio પ્લેટફોર્મ ઓએસ પર કામ કરશે.





Read More