PHOTOS

ભાડે આપેલી પ્રોપર્ટીમાં શું ભાડુઆત મનફાવે એમ હેતુફેર કરી શકે છે? ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Renting Property Rule: ગુજરાતમાં ફરી એકવાર ભાડૂઆત અને માલિકની મિલકતને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અનેકવાર મકાનમાલિકો અને ભાડુઆતને લઈને મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે, ત્યારે હાઈકોર્ટે અમદાવાદમાં બનેલા એક કેસની વિગતમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 

Advertisement
1/6

જેમાં ભાડા કરારની શરતોનો ભંગ કરી માલિકની મંજૂરી વિના ભાડુઆત હેતુફેર કરે તો માલિક પોતાની મિલ્કત ખાલી કરાવી શકે છે. જી હા...ભાડુઆતને મિલ્કત ખાલી કરાવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને હાઈકોર્ટે બહાલ રાખ્યો છે અને માલિકની સિવિલ રિવીઝન અરજી પણ મંજૂર કરાઈ છે.   

2/6

ભાડુઆત દ્વારા ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો શું મિલ્કત માલિક પોતાની મિલ્કત ખાલી કરાવી શકે? ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉભા થયેલા કાયદાકીય મુદ્દોનો જસ્ટિસ સંજીવ ઠાકરે જવાબ આપ્યો છે અને કહ્યું હતું કે, માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત મિલ્કત જે હેતુ માટે અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલ્કત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો. 

Banner Image
3/6

આ કેસની વિગત જાણીએ તો અમદાવાદ શહેરમાં એક  મિલ્કત માલિકે પોતાની મિલ્કત એક સાઈકલ રિપેરના ધંધા સાથે જોડાયેલા વ્યક્તિને ભાડે આપી હતી. તેમણે કાયદેસર તે અંગે ભાડા કરાર પણ બનાવ્યો હતો. જોકે બાદમાં મિલક્ત પર ભાડૂઆતે જે હેતુ માટે આપી હતી, તેના બદલે સીટ કવર અને એસેસરીઝના વ્યવસાય માટે કરતા માલિક ટ્રાયલ કોર્ટ પહોંચ્યો હતો. 

4/6

ટ્રાયલ કોર્ટે હુકમથી ભાડુઆતને મિલ્કત ખાલી કરવા અંગેનો હુકમ આપ્યો હતો. જો કે, એપેલેટ બેંચે આ હુકમ રદ કરતાં મિલ્કત માલિકે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં મિલકત માલિકે હાઇકોર્ટ સમક્ષ સિવિલ રિવીઝન અરજી દાખલ કરી હતી. જો કે, જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવીઝન અરજી ગ્રાહ્ય રાખી અંગેના હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેંચના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. 

5/6

ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, ભાડા કરારમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે શરતો ભાડૂઆતે પાળી નથી. મિલકત માલિકે ભાડૂઆતને સાઈકલ રિપેરિંગના વ્યવસાય માટે આપ્યો હતો, તેનો ઉપયોગ બીજા કોઈ હેતુ માટે કરી શકાય નહીં. બીજી બાજુ ભાડુઆત તરફથી બચાવ કરાયો હતો કે આજકાલ સાયકલનો ઉપયોગ ઘટી રહ્યો છે. તેથી તેઓ બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા.   

6/6

જો કે, હાઈકોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી અને જણાવ્યું કે મિલ્કતના વિવાદીત સ્થળે ભાડૂઆતે પોતાનો ધંધો બદલવા માટે માલિકની કોઈ પરવાનગી કે મંજૂરી લીધી ન હતી. મિલ્કત માલિકની પરવાનગી કે સંમંતિ વિના ભાડુઆત તેમને જે હેતુ માટે મિલ્કત આપવામાં આવી હતી, તે હેતુ સિવાય અન્ય કોઇ કામ માટે મિલ્કતનો ઉપયોગ કરી શકે નહી.  





Read More