Bad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
દૂધ શરીરને સ્વસ્થ રાખે છે કારણકે તેમાં મોટાભાગના બધા જ પોષક તત્વો હોય છે. પરંતુ દૂધ પીધું હોય તેના પછી કે દૂધ પીવાનું હોય તેની થોડી કલાકો પહેલા કે પછી દહીં ખાવું નહીં.
દૂધમાં જરૂરી પોષક તત્વો હોય છે પરંતુ આ દૂધ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ પણ બની શકે છે જો તમે દૂધની સાથે લસણ કે ડુંગળી ઉમેરી હોય તેવી વસ્તુઓ ખાવ છો તો. લસણ ડુંગળી અને દૂધ એક સાથે લેવાથી ત્વચા સંબંધિત સમસ્યા થઈ જાય છે.
દૂધ અને ખાટા ફળ ભૂલથી પણ સાથે ખાવા નહીં. લીંબુ, સ્ટ્રોબેરી, સંતરા વગેરે વસ્તુઓને દૂધ સાથે લેવાથી પાચન ક્રિયા ખરાબ થઈ જાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.
દૂધ સાથે માછલી પણ ખાવી નહીં. દૂધ અને નોનવેજ એકસાથે ખાવાથી પેટ પર ખરાબ અસર થાય છે તેનાથી પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે.
દૂધ સાથે વધારે મીઠાનો ઉપયોગ થયો હોય તેવી વસ્તુનું પણ સેવન કરવું નહીં. આ કોમ્બિનેશન શરીર માટે હાનિકારક સાબિત થાય છે. તેનાથી પાચન તો બગડે જ છે તેની સાથે જ માથા સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.