PHOTOS

હવામાન વિભાગની આગાહી : વાવાઝોડા જેવો પવન અને ગાજવીજ સાથે ઓગસ્ટની આ તારીખોએ આવશે વરસાદ

Gujarat Weather Forecast : આજથી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી... 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા.. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ 417.1 એમએમ વરસાદ નોંધાયો...
 

Advertisement
1/4
રાજ્યમાં અગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 
રાજ્યમાં અગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 4-5 ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એસ.કે દાસે કહ્યું કે, 40/50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. અમદવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.   

2/4
ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે આગાહી 
ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે આગાહી 

રાજ્યમાં સમાન્ય કરતા વધુ 471.1 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અંગે પૂર્વઅનુમાન કરાયું છે. ઓગસ્ટ મહિનાના 2 સપ્તાહ વરસાદની ગતિ ધીમી રહેશે. મોનસૂન ટ્રફ આવનારા દિવસોમાં ઉત્તર દિશા તરફ પસાર થશે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સમાન્ય વરસાદ નોંધાવવાની આગાહી છે.

Banner Image
3/4
આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે 
આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે 

સામાન્ય વરસાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 453.8 mm વરસાદ હોય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 250 mm વરસાદ હોય છે. તેની સામે આ વર્ષે વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમાન્ય કરતા વધુ વરસાદ નોંધાશે   

4/4
વરસાદનો બીજો રાઉન્ડ પણ ધમાકેદાર હશે 
વરસાદનો બીજો રાઉન્ડ પણ ધમાકેદાર હશે 

દેશમાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે સિઝનના બીજા ભાગમાં પણ આ જ ફોર્મ જાળવી રાખે તેવો અંદાજ હવામાન વિભાગને છે. ભારતીય હવામાન વિભાગના મતે ચોમાસાનો બીજો તબક્કો (ઓગસ્ટ અને સપ્ટેમ્બર) પણ દેશવાસીઓને ભીજવશે અને સરેરાશ કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. ઓગસ્ટમાં પૂર્વોત્તર અને તેની આસપાસના ક્ષેત્રોને બાકાત કરતા દેશના અન્ય ભાગોમાં સરેરાશ વરસાદ નોંધાશે તેમ આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું. સપ્ટેમ્બરમાં પણ વરસાદ સરેરાશથી વધુ રહેવાનો અંદાજ છે. દેશમાં નૈઋત્યના ચોમાસાનું અપેક્ષા કરતા વહેલું આગમન થયું હતું અને અત્યાર સુધીમાં (જૂન અને જુલાઈ) દેશમાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો છે.





Read More