PHOTOS

IMD એ ચોમાસા પર આપ્યું મોટું અપડેટ, ગુજરાતના 19 જિલ્લામાં વરસાદનું એલર્ટ, ઉત્તરપૂર્વથી દક્ષિણ ભારત પણ પ્રભાવિત

ં 5 જૂન સુધી વરસાદની ચેતવણી આપી છે. IMD એ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હવામાન વિ...

Advertisement
1/7

IMD Alert: દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમય કરતાં લગભગ આઠ દિવસ વહેલું પહોંચ્યા પછી અટકી ગયું છે. હવે 11 જૂનથી તે ફરીથી ગતિ પકડે તેવી શક્યતા છે. આ દરમિયાન, ચોમાસું જ્યાં પણ પહોંચ્યું છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. આમાં દક્ષિણ ભારતના કેરળ અને આંધ્રપ્રદેશ સહિત પૂર્વોત્તરના તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. પૂર્વોત્તરને ખાસ કરીને વધુ નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 જૂન સુધી પૂર્વોત્તરમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.  

2/7

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઘીમો-ધીમો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિતના ઘણા જિલ્લાઓમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની 8 જૂન સુધીની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.  

Banner Image
3/7

4 જૂન, 2025 ના રોજ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઘીમો વરસાદ પડી શકે છે.  

4/7

5મી જૂન 2025ના રોજ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, વલસાડ, સુરેન્દ્રનગર, નવસારી, બોડેલીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ જીલ્લામાં પણ ધીમી વરસાદની સંભાવના છે.  

5/7

6ઠ્ઠી જૂન 2025ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરનાથનગર, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.  

6/7

અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 7 અને 8 જૂન 2025ના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

7/7

ભારતીય હવામાન વિભાગ (IMD) ના પુણે કાર્યાલયના વૈજ્ઞાનિક એસડી સનપે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો થશે, પરંતુ 11-12 જૂનથી ચોમાસુ મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોમાં પણ વરસાદ શરૂ થશે. 24 મેના રોજ કેરળમાં ચોમાસું શરૂ થયું હતું અને તેણે દક્ષિણ, ઉત્તરપૂર્વ અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને તેના સામાન્ય સમય પહેલાં આવરી લીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે.





Read More