Gujarat Weather Update : ગુજરાતાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લામાં વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે.
આગાહી મુજબ, કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરાયું છે.
આજે સવારથી જ જામનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ રહ્યો. સવારે જામનગરના જોડિયામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. તો જામજોધપુરમાં 1 ઈંચ, ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ રહ્યો. ટંકારા, માણાવદરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો દ્વારકા, વંથલી, વાંકાનેરમાં પણ વરસાદ વરસ્યો.
દેશમાં હવે બરોબરનું ચોમાસુ જામ્યું છે. દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દિવસોમાં ચોમાસાની બંગાળની ખાડીની શાખા સૌથી વધુ સક્રિય છે, તેથી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વ રાજ્યો સુધી, દિવસ અને રાત સતત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
IMD ના ડેટા અનુસાર, દેશમાં 1 જૂનથી 16 જુલાઈ દરમિયાન 331.9 મીમી વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરતા 9 ટકા વધુ છે. હવામાન વિભાગ અનુસાર, ઝારખંડ, યુપી, એમપી ગોવા, ત્રિપુરા અને લદ્દાખમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે. ઝારખંડમાં સામાન્ય કરતા 71 ટકા વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, રાજસ્થાન, કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મધ્યમ વરસાદ પડ્યો છે. અરુણાચલ પ્રદેશ, મણિપુર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં ઓછો વરસાદ પડ્યો છે.