IMD Rainfall Alert: 8 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટકરાઈ રહ્યું છે, જેના કારણે 8 થી 12 ફેબ્રુઆરી વચ્ચે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ થવાનો છે. આગામી 24 કલાક પછી ઉત્તર-પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફાર થશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થશે.
ઉત્તર ભારતમાંથી ઠંડીએ લગભગ વિદાય લઈ લીધી છે. દિવસે તડકો પડી રહ્યો છે, પરંતુ પહાડી રાજ્યોમાં હવામાનમાં પલટો આવવાનો છે. આઠ ફેબ્રુઆરીએ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેનાથી પશ્ચિમી હિમાલયી ક્ષેત્રોમાં 8-12 ફબ્રુઆરી એટલે કે પાંચ દિવસ સુધી વરસાદનો નવો રાઉન્ડ આવશે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશામાં ધૂમ્મસ જોવા મળશે, જ્યારે ઉત્તરાખંડમાં હિમની સ્થિતિ રહી. તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા જોવા મળી છે.
હવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમમાં 6 અને 7 ફેબ્રુઆરીએ વરસાદ પડશે. તો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ ફેબ્રુઆરીએ આવી રહ્યું છે, જેના કારણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્રોમાં 8-12 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને લઘુ્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થશે. મધ્ય ભારતમાં આગામી ત્રણ દિવસમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું છે.
આ સિવાય પૂર્વી ભારતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. તો ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાન બે ડિગ્રી વધી શકે છે. હિમાચલ પ્રદેશ, ઓડિશામાં આઠ ફેબ્રુઆરી સુધી ધૂમ્મસ જોવા મળશે. આ સિવાય હિમચાલ પ્રદેશ, રાજસ્થાનમાં છ ફેબ્રુઆરીએ શીતલહેરની સ્થિતિ રહેવાની છે.
રાજસ્થાનના અન્ય ભાગોમાં ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં જયપુર તથા કોટા સંભાવમાં ઘણી જગ્યાએ શીતલહેર જોવા મળી છે. હવામાન વિભાગ અનુસાર આ દરમિયાન લઘુત્તમ તાપમાન સીકર જિલ્લાના ફતેહપુરમાં 2.08 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સિવાય સીકરમાં 3.5 ડિગ્રી, નાગોર અને લૂણકરણસરમાં 3.8 ડિગ્રી, કરોલીમાં 4.4 ડિગ્રી, દૌસામાં 5.1 ડિગ્રી અને સંગરિયામાં 5.2 ડિગ્રી રહ્યું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું જોવા મળ્યું છે.