અમદાવાદ: 36મી નેશનલ ગેમ્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 હજારથી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત છે. અહીં સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. તેમણે સ્ટેડિયમમાં આવતાં જ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, આ માહોલને વર્ણવી ન શકાય. આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. આ અદભુત છે.