PHOTOS

Strong Bone: બોન હેલ્થ માટે બેસ્ટ છે આ 5 ફૂડ, ખાવાથી હાડકા થશે મજબૂત, નહીં થાય વારંવાર ફ્રેકચર

Strong Bone: જો હાડકા નબળા હોય તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકોના હાડકા નબળા હોય તેમને શરીરમાં દુખાવો પણ રહેતો હોય છે અને વારંવાર હાડકામાં ફ્રેક્ચર પણ થઈ જાય છે. હાડકાની નબળાઈ પોષક તત્વોની ઉણપના કારણે હોય છે. આ ઉણપને કેટલાક ફૂડની મદદથી દૂર કરી શકાય છે. આજે તમને પાંચ એવા ફૂડ વિશે જણાવીએ જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

Advertisement
1/6
પાલક 
પાલક 

પાલક આયરન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ સૌથી વધુ જરૂરી હોય છે. આ ભાજીમાં વિટામિન કે પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે ડાયટમાં પાલક ખાવાનું રાખો છો તો હાડકા મજબૂત થાય છે.   

2/6
લીલા સોયાબીન 
લીલા સોયાબીન 

લીલા સોયાબીન પોટેશિયમ, મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન પણ સારા એવા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવા મદદ કરે છે. 

Banner Image
3/6
સાલ્મન
સાલ્મન

સાલ્મન ફિશ વિટામિન ડી અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. હાડકાની મજબૂતી માટે કેલ્શિયમની સાથે વિટામિન ડી પણ જરૂરી છે. વિટામીન ડીની ઉણપના કારણે હાડકા નબળા થઈ જાય છે. સાલ્મન અને ટુના ફિશ ખાવાથી વિટામિન ડી શરીરને મળે છે.

4/6
બ્રોકલી 
બ્રોકલી 

બ્રોકલીમાં કેલ્શિયમ સારી એવી માત્રામાં હોય છે જે હાડકા અને ઓવરઓલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. બ્રોકલી બોન હેલ્થ માટે ફાયદાકારક શાક છે તેને ડાયટમાં સામેલ કરવી જ જોઈએ. 

5/6
બદામ 
બદામ 

બદામ ખાવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. બદામ ખાવાથી હાડકા મજબૂત થાય છે. જો તમે નિયમિત બદામનું સેવન કરો છો તો હાડકા લોખંડ જેવા મજબૂત થઈ જાય છે.

6/6




Read More