Income Tax Calculator: લગભગ એક મહિના બાદ 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જશે. આ સાથે જ તમારી 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પણ ટેક્સ ફ્રી થઈ જશે. 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન લગાવીએ તો આ આંકડો 12.75 લાખ રૂપિયાનો થાય છે. પરંતુ જો તેનાથી વધુ 17 લાખ રૂપિયા જેટલી કમાણી થાય તો શું.
બની શકે કે તમને કોઈ આવું જ્યારે પૂછે તો પહેલીવારમાં તો તમે એમ જ કહી દો કે તમારે ટેક્સ ભરવો પડશે. પરંતુ એવું નથી. કદાચ આ તમને સાંભળવામાં મજાક લાગે પરંતુ આ સાચું છે. કેટલીક ગણતરીઓ સમજવી જરૂરી છે.
સરકારે ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. જે હેઠળ તમને સેક્શન 80C હેઠળ મળનારી છૂટ પણ મળતી નથી. ઈટીના રિપોર્ટ મુજબ આમ છતાં તમે ન્યૂ ટેક્સ રિજીમમાં 17 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરાવી શકો છો. જાણો કઈ રીતે.
કંપનીઓ તરફથી પોતાના કર્મચારીઓને જે પગાર આપવામાં આવે છે તેને CTC (કોસ્ટ ટુ કંપની) કહે છે. જેમાં કેટલોક હિસ્સો આવવા જવાના ખર્ચ માટે હોય છે. ટેક્સ એડવાઈઝર ફર્મ ભૂટા શાહ એન્ડ કંપની મુજબ જો તમે ન્યૂ ટેક્સ રિજીમની પસંદગી કરો તો તમારે તમારા પગારના આ ભાગ પર ટેક્સ ભરવો પડશે નહીં. પરંતુ તમેઆ છૂટનો લાભ ત્યારે જ લઈ શકો જ્યારે આ ખર્ચ તમારા ઓફિસના કામમાં આવવા જવા માટે થયો હોય.
ભૂટા શાહ એન્ડ કંપની મુજબ કેટલીક કંપનીઓમાં સ્પેશિયલ કર્મચારીઓને આવવા જવા માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. જેને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કહે છે. આ એલાઉન્સ સામાન્ય રીતે દર મહિને 3,200 રૂપિયા સુધી હોય છે. એટલે કે તે હેઠળ વાર્ષિક 38,400 રૂપિયા મળે છે. નોંધવા જેવી વાત એ છે કે આ સુવિધા ફક્ત એવા કર્મચારીઓને મળે છે જે શારીરિક રીતે સક્ષમ નથી.
સેલરીડ એમ્પ્લોઈ પોતાના ટેલિફોન બિલના ખર્ચા પર ટેક્સમાં રિબેટ મેળવી શકે છે. ટેક્સ એડવાઈઝર ફર્મ નાંગિયા એન્ડરસન એલએલપીના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર યોગેશ કાલેના જણાવ્યાં મુજબ ન્યૂ અને ઓલ્ડ ટેક્સ રિજીમમાં ફોન અને ઈન્ટરનેટ બિલ પર ટેક્સમાં છૂટ મળી શકે છે. બંને રિજીમમાં ટેલિફોન અને ઈન્ટરનેટ બિલ પર છૂટની કોઈ લિમિટ નથી.
કાર લીઝ એક એવો એગ્રીમેન્ટ છે જેમાં તમે એક નિશ્ચિત સમયગાળા માટે કારને યૂઝ કરો છો. જેના માટે તમે માસિક પેમેન્ટ કરો છો. લીઝના સમયગાળાના અંતમાં તમે કારને પાછી કરી શકો છો કે પછી તેને ખરીદી શકો છો. કાર લીઝ પોલીસી હેઠળ પર્સનલ અને ઓફિશિયલ યૂઝ માટે કાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં 1.6 લીટર એન્જિનવાળી કાર પર તમને 1800 રૂપિયા માસિક ટેક્સમાં છૂટ મળે છે.
આ બધી રીતથી તમે બધુ મળીને લગભગ 17 લાખ રૂપિયા સુધીની પગારની આવક પર ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ ઝીરો આવકવેરાનો ફાયદો ઉઠાવી શકો છો.