PHOTOS

Smartphone નું Storage વધારવાની સૌથી સરળ Tips, માત્રા આટલું જ કરો

નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં સ્માર્ટફોન (Smartphone) દરેકની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે. નાના-મોટા સૌ કોઈ ગરીબ હોય કે અમીર સાવ સામાન્ય માણસ પાસે પણ આજે સ્માર્ટફોન હોય છે. અને તેના માધ્યમથી જ તે દુનિયા સાથે કનેક્ટ થાય છે. આજકાલ મોટાભાગનું બધું જ કામ સ્માર્ટફોનના માધ્યમથી થાય છે. પરિવહન માટે કોઈ ટિકિટ બુકિંગ કરવી હોય, પેમેન્ટ કરવું હોય કે દુનિયાની કોઈપણ વસ્તુ શોધવી હોય, ઓનલાઈન અભ્યાસ કરવો હોય આ દરેક નાના-મોટા કામે માટે સ્માર્ટફોનએ આધુનિક યુગનું સૌથી મોટું હથિયાર છે. ત્યારે સ્માર્ટફોનમાં સ્ટોરેજ વારંવાર ફૂલ થઈ જવાની રામાયણ હોય છે. આ આર્ટીકલમાં આપને જોવા મળશે સ્માર્ટફોનમાં સ્ટોરેજ વધારવાની સરળ રીત. માત્ર અહીં દર્શાવેલાં સ્ટેપને ફોલો કરો.

Advertisement
1/5
કૈશ ની મેમોરી (Cache Memory) ડિલીટ કરો
કૈશ ની મેમોરી (Cache Memory) ડિલીટ કરો

કૈશમાં બહુ બધી મેમોરી વપરાય છે. એમાં બવ બધી ચીજો સેવ થતી રહે છે. તેના કારણે કેટલાંક દિવસોમાં જ મોબાઈલનું સ્ટોરેજ ફુલ થઈ જાય છે. Apps અને Website નો લોડિંગ ટાઈમ ઓછો કરવા માટે બહુ બધો ડેટા કૈશ કરી લે છે.  તેથી કૈશ મેમોરીને ડિલીટ કરો. તેનાથી તમારા મોબાઈલનો ઘણો બધો સ્પેસ ફ્રી થઈ જશે.

2/5
Downloads ફાઈલ હટાવો
Downloads ફાઈલ હટાવો

મેઈલમાંથી ફોનમાં આપણે ઘણીવાર ફાઈલ ડાઉનલોડ કરતા હોઈએ છીએ. ડાઉનલોડ કર્યા બાદ આપણે એ ભૂલી જઈએ છીએ કે, આ ફાઈલ ક્યાંક સેવ છે. એવામાં આપણાં ફોનના ડાઉનલોડ વિભાગમાં જઈને બિનજરૂરી ફાઈલોને ડિલીટ કરી દેવી જોઈએ. તેનાથી પણ તમારા મોબાઈલ સ્ટોરેજમાં ખાસી જગ્યા ખાલી થઈ જશે.

Banner Image
3/5
ક્લીનિંગ App પણ છે કારગર
ક્લીનિંગ App પણ છે કારગર

ફોનની મેમોરી વધારવા માટે યુઝર્સ ઘણીવાર ક્લીનિંગ એપનો પણ ઉપયોગ કરતા હોય છે. તેની જગ્યાએ ગૂગલની ફાઈલ (Files by Google) App નો ઉપયોગ કરો. આ વસ્તુ ક્લીનિંગ એપનું પણ કામ કરશે. તેનાથી પણ સ્ટોરેજ વધશે.

4/5
WhatsApp અથવા અન્ય જગ્યાએથી આવતા Video દૂર કરો
WhatsApp અથવા અન્ય જગ્યાએથી આવતા Video દૂર કરો

તમારા ફોનમાં WhatsApp અથવા અન્ય જગ્યાએથી આવતા Video દૂર કરો. આવું કરવાથી તમારા મોબાઈલનો ઘણો બધો સ્પેસ ખાલી થઈ જશે. તેનાથી સ્ટોરેજ વધશે.

5/5
ઉપયોગમાં ન આવતી હોય તેવી App ડિલીટ કરો
ઉપયોગમાં ન આવતી હોય તેવી App ડિલીટ કરો

તમારા ફોનમાં ઘણી બધી એવી એપ્સ હોય છે જેનો તમે ક્યારેય ઉપયોગ કરતા નથી. આવી બિનજરૂરી એપ ને દૂર કરવાથી પણ તમારા ફોનું સ્ટોરેજ વધી જશે.





Read More