PHOTOS

Ind Vs Aus : 23 રન પર જ બોલ્ડ થયો હતો સ્ટીવ સ્મિથ છતાં અમ્પાયરે ના આપ્યો આઉટ, Video વાયરલ

Champions Trophy 2025 Ind Vs Aus : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલ રમાઈ હતી. આ મેચની 14મી ઓવરમાં અક્ષર પટેલે સ્મિથને બોલ્ડ કર્યો હતો. તેમ છતાં અમ્પાયરે આઉટ આપ્યો નહોતો, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Advertisement
1/5

ક્રિકેટની રોમાંચક રમતમાં ક્યારેક બોલ પણ એવી હરકત કરે છે કે તે બધાને આશ્ચર્યચકિત કરી દે છે. જેના કારણે ક્યારેક એક ટીમ નિરાશ થાય છે તો બીજી ટીમને ખુશીની ક્ષણ મળે છે. 

2/5

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલની 14મી ઓવરમાં કંઈક આવું જ થયું. અક્ષર પટેલનો એક બોલ સ્મિથના બેટ અને પેડ સાથે અથડાયો અને સ્ટમ્પ પર વાગ્યો, પરંતુ તેમ છતાં સ્મિથ આઉટ ના થયો.

Banner Image
3/5

બોલ સ્ટમ્પ સાથે અથડાયો પરંતુ તેના પર મૂકેલી બેલ્સ માત્ર હલી અને સ્ટમ્પ પરથી નીચે પડી નહીં. નિયમો અનુસાર, જ્યાં સુધી સ્ટમ્પ પર મુકવામાં આવેલ બેલ નીચે ના પડે ત્યાં સુધી ખેલાડીને આઉટ આપી શકાતો નથી. 

4/5

ઇનિંગની 14મી ઓવરનો છેલ્લો બોલ સ્ટીવ સ્મિથના બેટના કિનારે વાગ્યો અને બોલ તેના પેડ સાથે અથડાયો અને સ્ટમ્પ સાથે અથડાયો હતો, પરંતુ બેલ્સ પડ્યા નહોતા જેના કારણે અમ્પાયરે આઉટ આપ્યો નહોતો. 

5/5

જ્યારે આ ઘટના બની ત્યારે સ્મિથ માત્ર 23 રનના વ્યક્તિગત સ્કોર પર હતો. પરંતુ આ જીવનદાન બાદ તે 73 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 96 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ કેપ્ટન ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ 49.3 ઓવરમાં 264 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતે આ ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. 





Read More