IND vs NZ : ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ વખતે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ગ્રુપ સ્ટેજની બંને મેચો જીતીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે હવે છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે 2 માર્ચે રમવાની છે. જે ટીમ આ મેચ જીતશે તે પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી જશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું પાકિસ્તાન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ ટૂર્નામેન્ટમાં ભારત દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની બંને મેચો જીતીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.
ભારતની સાથે ન્યુઝીલેન્ડે પણ ગ્રુપ Aમાંથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો આ ગ્રુપમાંથી યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. હવે ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 2 માર્ચે રમવાની છે.
આ ઔપચારિક મેચ ન્યુઝીલેન્ડ સામે છે, બંને ટીમો પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ જે ટીમ આ મેચ જીતશે તે પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી જશે. તેથી બંને ટીમો આ મેચ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવશે.
ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમનો માથાનો દુખાવો વધારી શકે છે. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતીય ટીમે તમામ ટીમોને હરાવી છે, માત્ર ન્યૂઝીલેન્ડ સામે જ જીતી શક્યું નથી.
જો કે, ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધી ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. જેમાં કીવી ટીમનો વિજય થયો હતો. પરંતુ આ વખતે જોરદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવી શકે છે.