Hardik Pandya Watch Price : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી અને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ મેચમાં બોલિંગ કરતાં પણ વધુ તેના હાથ પર બાંધેલી કરોડોની કિંમતની ઘડિયાળ ચર્ચામાં રહી હતી. આ ઘડિયાળની કિંમત કરોડોમાં છે.
23 ફેબ્રુઆરીએ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. આ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતાં 8 ઓવરમાં માત્ર 31 રન આપીને 2 વિકેટ લીધી હતી.
આ મેચ દરમિયાન હાર્દિકના હાથ પર અનોખી અને મોંઘી ઘડિયાળ પહેરેલી જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘડિયાળની કિંમત કરોડોમાં છે.
પાકિસ્તાન સામેની આ મેચમાં હાર્દિક પંડ્યાએ પહેરેલી ઘડિયાળ Richard Milleની રાફેલ નડાલની સ્કેલેટન ડાયલ એડિશન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘડિયાળની કિંમત ભારતીય રૂપિયામાં અંદાજે 7 કરોડ રૂપિયા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ કલેક્શનની માત્ર 50 ઘડિયાળ જ બનાવવામાં આવી હતી. આ ઘડિયાળ મૂળ ટેનિસ દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલ માટે બનાવવામાં આવી હતી.
આવું પહેલીવાર નથી બન્યું કે હાર્દિક પંડ્યા આટલી મોંઘી ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હોય. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી ઘડિયાળોના શોખીન માટે જાણીતો છે.