PHOTOS

IND vs PAK: હિંદુ ધર્મની સરેઆમ ઉડાવી મજાક, ભારત-પાક મેચમાં પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત

India vs Pakistan: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમાઈ હતી. બંન્ને ટીમો વચ્ચેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ બીજી મેચ એકતરફી રીતે જીતી હતી. પરંતુ સુપર-4 દરમિયાન પાકિસ્તાની મીડિયાએ હિંદુ ધર્મને લઈને કંઈક એવું કર્યું જેના કારણે હવે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

Advertisement
1/5

ભારત અને પાકિસ્તાનની મેચનો ક્રેઝ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. બંને દેશોના મીડિયા પણ આ મેચોનું મહા કવરેજ કરે છે. પરંતુ આ વખતે પાકિસ્તાની મીડિયાએ એવું ખરાબ કામ કર્યું છે કે તેની ખૂબ ટીકા થઈ રહી છે.

2/5

જોકે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની મીડિયાએ એન્કરની સાથે એક શોમાં બે મહેમાન અને ભગવા કપડામાં પંડિતના રૂપમાં એક વ્યક્તિને રાખ્યા છે. ભગવા કપડામાં આ વ્યક્તિ ભારત વિરુદ્ધ બોલતો જોવા મળે છે.

Banner Image
3/5

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા શીતલ ચોપરાએ લખ્યું કે, 'પાકિસ્તાનીઓ ક્રિકેટ શોમાં પંડિત બનીને આપણા સનાતન ધર્મની મજાક ઉડાવી રહ્યા છે. માત્ર ક્રિકેટ મેચ જ નહીં, આપણે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો ખતમ કરવા જોઈએ. આપણે પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપવો જોઈએ.

4/5

આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાની ક્રિકેટ શોમાં હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં આવી છે. આ વીડિયોમાં આ વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે કે, 'અમે ભગવાનને વિનંતી કરી છે કે ફરી એકવાર વરસાદ થાય. માત્ર વરસાદ જ આપણને બચાવી શકે છે. તમારા શાહીન શાહ આફ્રિદીએ રોહિત શર્માનું પેટ ખરાબ કરી દીધું છે. મને રોહિત શર્માની કુંડળીમાં શાહીન આફ્રિદી દેખાય છે. 

5/5

તમને જણાવી દઈએ કે સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. જ્યારે કુલદીપ યાદવ 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.





Read More