નવી દિલ્હીઃ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના છે. દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાનો છે. સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના ખુણે-ખુણેથી આવી રહેલી તસવીરો જોઈને તમને પણ ગર્વ થશે. નાનું બાળક હોય કે મોટા લોકો, હર ઘર તિરંગા અભિયાનમાં જુસ્સા સાથે સામેલ થઈ રહ્યાં છે. તમે પણ જુઓ દેશમાં આઝાદી કા અમૃતમહોત્સવની ઉજવણીની તસવીરો..