PHOTOS

Good News! ભારતમાં બનશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ, આ હશે તેની ખાસિયત

નવી દિલ્લીઃ સમગ્ર એશિયાનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતમાં બનવા જઈ રહ્યું છે, તેનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. યુપીના જેવરમાં આ એરપોર્ટ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Advertisement
1/5

એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, પેસેન્જર ટર્મિનલ, ગટર, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને પાવર સબ-સ્ટેશન આગામી થોડા મહિનામાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિસ્ટોફ શ્નેલમેને કહ્યું છે કે મોટાપાયે સ્થળ પર કામ શરૂ થઈ ગયું છે અને ઈમારતોનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે.

2/5

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિસ્ટોફ શ્નેલમેને કહ્યું કે આ એરપોર્ટના રનવેની લંબાઈ 4 હજાર મીટર અને પહોળાઈ 45 મીટર હશે. તેણે એ પણ કહ્યું છે કે નોઈડાના આ એરપોર્ટમાં અન્ય એરલાઈન્સ પણ પોતાની રુચિ બતાવી રહી છે.

 

Banner Image
3/5

મુખ્ય કાર્યકારી અધિકારી ક્રિસ્ટોફ શનેલમેને કહ્યું છે કે રનવે એરપોર્ટના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનો એક છે. રનવે બનાવવો એ પેસ્ટ્રી બનાવવા જેવું છે, તેમાં ઘણી બધી લેયરિંગની જરૂર પડશે અને તેમાં ઓછામાં ઓછું એક વર્ષ લાગશે.

4/5

અધિકારીએ કહ્યું કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને ઘણી એરલાઈન્સ સાથે વાતચીત ચાલી રહી છે. અહીં ટર્મિનલ બિલ્ડિંગનું કદ 1 લાખ ચોરસ મીટર સુધીનું હશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની પેસેન્જર ક્ષમતા પ્રતિ વર્ષ 1 કરોડ 20 લાખ હશે.

5/5

આ એરપોર્ટની સમગ્ર જવાબદારી ઝુરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજીની છે. ઉપરાંત, આ એરપોર્ટનું નિર્માણ કાર્ય ત્રણ તબક્કામાં પૂર્ણ થશે, તે લગભગ 5,000 હેક્ટર જમીન પર બનાવવામાં આવશે.





Read More