ઠંડીની ઋતુ હવે ધીરે ધીરે રંગ જમાવી રહી છે. ફરવાના શોખીનો માટે શિયાળામાં પણ એવી અનેક જગ્યાઓ છે જ્યાં જઈને તમારું મન ખુશ ખુશ થઈ જાય. ભારતમાં એવા અનેક છૂપા સ્થળો છે જે શિયાળાની ઠંડીની મજા માણવા માટે બેસ્ટ છે. આ જગ્યાઓ પર જઈને તમને શાંતિનો તો અનુભવ થાય જ સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ એવું કે મજા પડી જાય. ખાસ જાણો આ જગ્યાઓ વિશે...
Kashmir: કાશ્મીરની ગુફાઓ ઠંડીમાં બરફથી ઢંકાયેલી હોય છે અને આ એક અદભૂત દ્રશ્ય પ્રસ્તુત કરે છે. અહીંની શાંતિ અને ઠંડક તમને એક અલગ જ અનુભવ કરાવે છે. અહીંના કુદરતી સૌંદર્યનો આનંદ લેતા તમે ઠંડીની સીઝનની મજા માણી શકો છો.
Ladakh: લદાખ જે પોતાના બર્ફીલા પહાડો અને ઠંડા વાતાવરણ માટે પ્રખ્યાત છે. ઠંડીની સીઝનમાં ફરવા માટે મસ્ત સ્થળ છે. અહીંના ઝરણા, તળાવ જેમ કે પેંગોંગ ઝીલ, ઠંડીમાં જામી જાય છે અને એક અદભૂત દ્રશ્ય પ્રસ્તુત કરે છે. લદાખની સંસ્કૃતિ અને અહીંના લોકો પણ આ મુસાફરીને ખાસ બનાવે છે.
Uttarakhand Visiting Places: ઉત્તરાખંડમાં એવા અનેક સ્થળો છે જ્યાં ઠંડીની ઋતુમાં ફરવા માટે મોજ પડી જાય. જેમ કે ઔલી જે પોતાના સ્કીઈંગ રિસોર્ટ્સ માટે પ્રસિદ્ધ છે. અહીં બરફથી ઢંકાયેલા પહાડો અને ઠંડું વાતાવરણ તમને એક અલગ અનુભૂતિ કરાવે છે.
Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં પણ અનેક એવા છૂપા રુસ્તમ સ્થળ છે જેમ કે કિન્નૌર અને સ્પીતિ. આ સ્થળો શિયાળામાં બરફથી ઢંકાયેલા હોય છે અને અહીંનું વાતાવરણ ખુબ જ શાંતિ પ્રદાન કરે છે. અહીંની કુદરતી સુંદરતા અને સ્થાનિક સંસ્કૃતિ તમને મંત્રમુગ્ધ કરી દેશે.