Summer Weather: IMDએ માર્ચથી મે માટે હવામાનની આગાહી જાહેર કરી છે. આ મુજબ, આ ઉનાળામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને હીટવેવ સામાન્ય કરતાં વધુ રહેવાનું છે.
Summer Weather: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ ગરમીની સિઝનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. માર્ચથી મે સુધીના હવામાનની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતીય રાજ્યો અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોના અલગ-અલગ વિસ્તારોને બાદ કરતાં, મધ્ય અને ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ગરમી પડશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વીય રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આ વખતે મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી ઉપર રહેશે. કુલ મળી દક્ષિણ ભારતના ચાર રાજ્યોના કેટલાક વિસ્તાર અને પશ્ચિમ બંગાળને છોડી ભારતમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે.
તમિલનાડુ અને કેરલમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આશા છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશના દક્ષિણી ભાગમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. તો પશ્ચિમ બંગાળમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે. આ ઉનાળામાં લઘુત્તમ તાપમાનના સંદર્ભમાં કોઈ રાહત જણાય તેમ નથી. તમિલનાડુ અને કેરળના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાનું છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, તમિલનાડુ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ હીટવેવનો વધુ પ્રકોપ જોવા મળશે નહીં. આ સિવાય આખા ભારતમાં ભીષણ ગરમ હવા ચાલવાનું અનુમાન છે. પશ્ચિમી ભારતના ગણતરીના વિસ્તારો લૂથી બચી શકે છે.
માર્ચ મહિનામાં સમગ્ર દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. છત્તીસગઢના દક્ષિણ ભાગો અને મધ્યપ્રદેશમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં માર્ચમાં વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે. કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. દેશના બાકીના ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે.