Beach And Mountains: સામાન્ય રીતે કેટલાક લોકોને પહાડી વિસ્તારો ગમતા હોય છે તો કેટલાકને દરિયા કિનારે ગમે છે. પરંતુ શું તમારે પહાડ અને દરિયાની મજા એક સાથે લેવી છે? તો આ જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો.
કૈનાકોના સાઉથ ગોવામાં એક શાનદાર જગ્યા છે. અહીં અગોંડા બીચ, બટરફ્લાય બીચ, અને પાલોલેમ બીચ જેવા સુંદર દરિયા કિનારા છે. જે પહાડોથી ઘેરાયેલા છે. અહીં તમે ફરવાનું પ્લાન કરી શકો છો.
ગોકર્ણમાં પણ સમુદ્ર કિનારા ઉપરાંત સુંદર પહાડ, ખડકાળ ઢાળ, અને લોભામણા જંગલ ટ્રેકિંગ માટે બેસ્ટ છે. અહીં તમે ફરવાની સાથે સાથે ટ્રકિંગ પણ કરી શકો છો.
યારદા બીચ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 15 કિમી દૂર છે. યારદા બીચ ત્રણ બાજુથી સુંદર પહાડોથી ઘેરાયેલો છે. જો તમે ફરવાનો પ્લાન કરતા હોવ તો અહીં જઈ શકો છો.
એલિફન્ટ બીચ આંદમાનના હેવલોક ટાપુમાં શાંત સફેદ રેતવાળા સમુદ્ર તટ જંગલો, ઊંચા ઊંચા પહાડો અને હરિયાળા જંગલો વચ્ચે છે. તે ખુબ જ સુંદર અને આકર્ષક દેખાય છે.
આ જગ્યાઓ પર તમે લીલોતરીવાળા પહાડોથી આકાશી રંગના સમુદ્રી પાણીની સુંદરતા પણ માણી શકો છો. આમાંથી ઘણી જગ્યાએ તમને એડવેન્ચર એક્ટિવિટી કરવાની પણ તક મળશે.