હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલુ છે. બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ આજે પણ વરસાદે ધોઈ નાખ્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સતત ત્રીજા દિવસે પણ રમત ધોવાઈ જતા નિરાશ તો હશે. આજે અમે તમને રોહિત શર્માના જીવનનો એક એવો પહેલું જણાવીશું. કેપ્ટન રોહિત શર્માએ 15 ડિસેમ્બરે 2015ના રોજ તેમની મેનેજર રહી ચૂકેલી રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે પહેલા તેમની લવ લાઈફમાં મોટો ભૂકંપ આવી ચૂક્યો હતો.
રિપોર્ટ્સ મુજબ રોહિત શર્મા ફેમસ મોડલ અને બિગ બોસ 7ની કન્ટેસ્ટન્ટ સોફિયા હયાતને ડેટ કરી ચૂક્યા છે. સોફિયા ઓનસ્ક્રીન તેમના વિશે અનેક ખુલાસા કરી ચૂકી છે.
સોફિયાએ જણાવ્યું હતું કે રોહિત સાથે તેની પહેલી મુલાકાત લંડનની ક્લબમાં થઈ હતી. જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ અને બંને એક સુમસામ જગ્યાએ ગયા અને ત્યાં રોહિતે તેને કિસ કરી લીધી હતી.
સોફિયા હયાતે બિગ બોસમાં જણાવ્યું હતું કે પહેલી મુલાકાતના ચાર દિવસ બાદ જ રોહિત તેના ઘરે રહેવા માટે આવી ગયા હતા. થોડો સમય સુધી તેઓ રિલેશનશીપમાં રહ્યા પરંતુ ત્યારબાદ તે ઈન્ડિયા આવી ગઈ.
ભારત આવ્યા બાદ પણ સોફિયા રોહિતની મુલાકાત ચાલુ રહી અને બંને એક બીજાની કંપની એન્જોય કરતા હતા. બંને હોટલના રૂમમાં મળતા હતા.
સોફિયા હયાતે જણાવ્યું હતું કે રોહિત શર્માને જ્યારે તેમના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સોફિયા ફક્ત તેમની ફેન છે. તેનાથી તેમનું દિલ તૂટી ગયું અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
રોહિત શર્માના સ્ટેટમેન્ટથી સોફિયા તૂટી ગઈ અને તેણે રોહિતને ટ્વિટર (હાલ એક્સ) પર બ્લોક કરી દીધા હતા અને ક્યારેય મળી પણ જાય તો નજરઅંદાજ કરી દેતી હતી.
ગત વર્ષે સોફિયા હયાત ડિસેમ્બરમાં લગ્ન કરવા માટે દુબઈ જઈ રહી હતી ત્યારે દુબઈ એરપોર્ટ પર તેની ધરપકડ થઈ ગઈ હતી અને તેને 6 કલાકમાટે જેલમાં પણ પૂરી દેવાઈ હતી.