રાજેન્દ્ર ઠાકર/કચ્છ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાવડાથી કાળા ડુંગર સુધી તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સરહદી ગામોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તિરંગા રેલી ખાવડા, દિનારા, ધ્રોબાણા જેવા સરહદી ગામોમાંથી પસાર થઈ કાળા ડુંગર ખાતે સમાપ્ત થઈ હતી. કાળો ડુંગર એ કચ્છ જિલ્લાનું ખૂબ મહત્વનું અને સૌથી ઉંચુ શિખર છે. ૩૦૦ મીટર લાંબા તિરંગાથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
આ રેલી દરમિયાન મદદનીશ કલેકટર અતિરાગ ચપલોત, દત્ત મંદિરના ટ્રસ્ટી હિરાલાલ રાજદે, બીએસએફના જવાનો, વનવિભાગના કર્મચારીઓ તથા ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.