PHOTOS

Hill Stations in India: ભારતના આ હિલ સ્ટેશનની સુંદરતા તમે પણ બની જશો ફેન

Top Hill Stations of India: ફરવાનું મન હોય તો પહાડોથી સારી જગ્યા કઇ હોય શકે? ભારતના આ હિલ સ્ટેશન તમને દર વર્ષે તેમની સુંદર વાદીઓમાં આવવા માટે મજબૂર કરી દેશે. એકવાર આ હિલ સ્ટેશનને જરૂર એક્સપ્લોર કરીને જુઓ... 
 

Advertisement
1/5
કનાતાલ, ઉત્તરાખંડ
કનાતાલ, ઉત્તરાખંડ

કનાતાલ ઉત્તરાખંડનું એક સુંદર અને શાંત વાતાવરણવાળું હિલ સ્ટેશન છે. અહીં તમને વધુ ભીડભાડ પણ જોવા નહી મળે. અહીંયા સ્થિત વોચ ટાવર પરથી તમે ઉત્તરાખંડના ઘણા પર્વતોની ટોચને જોઇ શકો છો.

2/5
ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ
ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ

ડેલહાઉસી નવા કપલ્સ વચ્ચે ખૂબ ફેમસ છે. અહીંયા ઘણા પરણિત કપલ પોતાના હનિમૂન માટે આવે છે. તેની અદભૂત પ્રકૃતિના કારણે પર્યટક આ જગ્યાને સ્વર્ગનો દરજ્જો આપે છે. 

Banner Image
3/5
કૌસાની, ઉત્તરાખંડ
કૌસાની, ઉત્તરાખંડ

કૌસાનીને ભારતનું સ્વિત્ઝરલેંડ કહેવામાં આવે છે. સમુદ્રતટથી 6,075 ફૂટની ઉંચાઇએ વસેલું કૌસાની એક સુંદર પર્વતીય પર્યટન સ્થળ છે. હિમાલય ઉપરાંત અહીંથી નંદાકોટા, ત્રિશૂલ અને નંદા દેવી પર્વતનો સુંદર નજારો પણ જોવા મળે છે. 

4/5
સોલન, હિમાચલ પ્રદેશ
સોલન, હિમાચલ પ્રદેશ

સોલન પર સ્થિત ઉંચા પર્વતો અને સુંદર દ્વશ્યોનો અદભૂત નજારો પર્યટકોને વારંવાર પોતાની તરફ આકર્ષિત કરે છે. મહાભારતકાળમાં પાંડવોએ વનવાસ દરમિયાન સોલનમાં કારોલ પર્વત પર સ્થિત એક ગુફામાં થોડો સમય વિતાવ્યો હતો. 

5/5
સોનમર્ગ, કાશ્મીર
સોનમર્ગ, કાશ્મીર

સોનમર્ગથી દેખાતી પહાડોની ટોચ પર જ્યારે સૂર્યના કિરણો પડે છે તો સોનેરી લાગે છે. દરેક પ્રકૃતિ પ્રેમી આવો નજારો જોવા માટે શહેરોમાં તરસે છે. 





Read More