PHOTOS

Indian Leaders: નહેરુ, ઈન્દિરા, વાજપેયી અને મોદી દરેક નેતાનો છે એક અલગ અંદાજ, જાણો કોણ છે મતદારોની પહેલી પસંદ

મોનાલી સોની, અમદાવાદઃ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ ઘણીવાર મતદારો સાથે શબ્દોથી નહીં પરંતુ હાવભાવ દ્વારા પોતાની વાત રજૂ કરે છે. જવાહરલાલ નહેરુ હોય કે પછી ઈન્દિરા ગાંધી, વાજપેયી હોય કે મોદી..ટોચ પર પહોંચેલા મોટાભાગના નેતાઓમાં જોવા મળે છે આ ખૂબી. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયીથી લઈને અત્યારનાં નરેન્દ્ર મોદી સુધીના નેતાઓની આવી જ કેટલીક ખાસ અદાઓ પર મતદાતાઓ ફિદા થઈ જાય છે.

Advertisement
1/5
આસામમાં મોદીનું 'ચૂંટણી નમસ્કાર'
આસામમાં મોદીનું 'ચૂંટણી નમસ્કાર'

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આસામમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. PM મોદી જ્યારે આસામના કોકરાઝાર પહોંચ્યા ત્યારે ઘણી ભીડ હતી. મહામારીના સમયમાં ‘ભીડ’ શબ્દ સાંભળીને એક મિનિટ માટે ડર લાગી જાય છે. પરંતુ નેતાઓ માટે લોકોની ભીડ કોઈ બૂસ્ટરથી બિલકુલ પણ ઓછી નથી હોતી. ભીડને જોઈ નેતાઓનો ઉત્સાહ વધી જાય છે. PM મોદીએ પણ રેલી તરફ નજર નાંખી અને થોડા આગળની તરફ ઝુકીને બે હાથ જોડી દીધા. જાણે એમ ન કહી રહ્યા હોય કે, હું તમારા સમર્થન માટે આભાર વ્યક્ત કરુ છું. આશા છે કે મત અમારા ઉમેદવારને જ મળશે.

2/5
વાજપેયી અને તેમની હાથ ઘુમાવવાની છટા
વાજપેયી અને તેમની હાથ ઘુમાવવાની છટા

સ્વતંત્ર ભારતમાં એવા ઘણાં ઓછા નેતા છે જેમની વાકપટુતાની સરખામણી અટલ બિહારી વાજપેયી સાથે થઈ શકે. વાજપેયી પાસે જનમાનસની એ નસ પકડી પાડવાનું હુનર હતુ જેના સહારે રાજનીતિની સીડીઓ ચઢી શકાતી હતી. વાજપેયી પોતાના ભાષણમાં મોટાભાગે હાથનો ઉપયોગ કરતા હતા. જનમેદનીને સંબોધન કરતા સમયે હાથને અલગ અલગ રીતે મૂવ કરતા હતા, બોલવાની તેમની પોતાની એક અલગ જ છટા હતી. જનસમૂહની આગળ તેમણે કરેલા ભાષણ આજે પણ યૂ-ટ્યૂબ પર લોકોને આકર્ષિત કરે છે. તેમનો આજ અંદાજ-એ-બયા તેમને  અન્ય મોટા નેતાઓથી અલગ તારવે છે.

Banner Image
3/5
અમેઠી અને રાજીવ ગાંધી વચ્ચે છે ખાસ જોડાણ
અમેઠી અને રાજીવ ગાંધી વચ્ચે છે ખાસ જોડાણ

અમેઠી બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની રહી છે. પરંતુ હવે આ બેઠક પર ભાજપનો કબજો છે. ગાંધી પરિવાર સાથે આ બેઠકના મતદાતાઓનું બોન્ડિંગ કેવુ રહ્યુ હશે, તેનો અંદાજ આ ફોટા પરથી લગાવી શકાય છે. રાજીવ ગાંધી અમેઠીમાં હરતા-ફરતા સભા કરી લેતા હતા. તેમની જીપમાં માઈક અને લાઉડસ્પીકરની વ્યવસ્થા હંમેશા રહેતી. 1981ના આ ફોટોમાં રાજીવ ગાંધી અમેઠીના મતદાતાઓ સાથે જીપના દરવાજા પર જ ઉભા ઉભા વાતચીત કરતા નજરે પડે છે. તેમની સામે જે મતદાતાઓ છે તેમાં બાળકો, યુવાનોથી લઈને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તેઓ ફોટામાં ઉત્સાહી દેખાય છે અને રાજીવ ગાંધીના પક્ષમાં નારેબાજી કરી રહ્યા છે.

4/5
ઈન્દિરા ગાંધીની હાસ્યાસ્પદ શૈલી
ઈન્દિરા ગાંધીની હાસ્યાસ્પદ શૈલી

દેશને કટોકટીની સ્થિતિમાંથી બહાર લાવ્યા બાદ ઈન્દિરા ગાંધીએ જ્યારે જોરદાર વાપસી કરી ત્યારે તેમની લોકપ્રિયતા આસમાનને આંબી રહી હતી. મતદાતાઓ વચ્ચે ઈન્દિરા ગાંધી પોતાને સહજ અનુભવતા હતા. મતદાતાઓ સાથે કનેક્ટ થવુ તે ઈન્દિરા ગાંધીની ખૂબી હતી. આ ફોટો મદ્રાસ એરપોર્ટ પરનો છે. 1980માં ચોથી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ઈન્દિરા ગાંધી મદ્રાસ (હાલના ચેન્નાઈ) ગયા હતા. ફોટામાં તમને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામના ચહેરા પર ઈન્દિરા ગાંધીને મળવાની તાલાવેલી દેખાશે. ઈન્દિરા ગાંધી પણ તેમને નિરાશ નથી કરતા. ચહેરા પર સ્મિત સાથે મતદાતાઓ સામે હાથ જોડીને ઈન્દિરા ગાંધી પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે આગળ વધી જાય છે.

5/5
દેશની પ્રથમ ચૂંટણી અને નહેરુ
દેશની પ્રથમ ચૂંટણી અને નહેરુ

વચગાળાની સરકાર પછી, દેશવાસીઓને લોકશાહીના સૌથી શક્તિશાળી શસ્ત્ર એટલે કે મતદાન કરવાના અધિકારની તક 1951-52માં મળી હતી. ઉપરની તસવીર દેશની પ્રથમ લોકસભાની ચૂંટણીની છે. નહેરુ પ્રચાર માટે રાયલસીમામાં પહોંચ્યા હતા. તેમની લોકપ્રિયતા ટોચ પર હતી. તે સમયે અત્યારના સમય જેવી અદ્યતન સુરક્ષા-વ્યવસ્થા ન હતી. નહેરુ જ્યારે પણ મતદારોની વચ્ચે જતા ત્યારે તેમની સાથે ઘણીવાર વાતો કરતા હતા. મતદાતાઓ નહેરુનાં ગળામાં ઘણી બધી માળાઓ પહેરાવતા અને પુષ્પગુચ્છ આપતા હતા. જે બાદમાં નહેરુ મતદાતાઓમાં વહેંચી દેતા હતા. આ ફોટામાં પણ નહેરુ આમ કરતા જોવા મળે છે.

 





Read More