Bullet Train Station: બુલેટ ટ્રેનનો આ કોરિડોર કુલ 508 કિમી લાંબો હશે અને મહારાષ્ટ્રના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC), થાણે, વિરાર અને બોઇસરમાંથી પસાર થશે અને ગુજરાતના વાપી, સુરત, વડોદરા, અમદાવાદ અને સાબરમતી સુધી જશે.
દેશની પહેલી બુલેટ ટ્રેનની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન લગભગ તૈયાર છે. જો કે, પહેલું સ્ટેશન તૈયાર હોવા છતાં પહેલી બુલેટ ટ્રેન દોડવાની રાહ જોવાની પ્રક્રિયા ચાલુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં સાબરમતી અને વાપી વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન 2028થી શરૂ થઈ શકે છે, જ્યારે અમદાવાદથી મુંબઈ સુધીનો સમગ્ર રૂટ 2030થી શરૂ થવાની ઉમ્મીદ છે.
બુલેટ ટ્રેનનો આ કોરિડોર કુલ 508 કિમી લાંબો હશે અને મહારાષ્ટ્રના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC), થાણે, વિરાર અને બોઇસરમાંથી પસાર થશે અને ગુજરાતના વાપી, સુરત, વડોદરા, અમદાવાદ અને સાબરમતી સુધી જશે. આમાંથી ગુજરાતનો ભાગ લગભગ 348 કિલોમીટર લાંબો છે અને મહારાષ્ટ્રનો ભાગ 156 કિલોમીટર લાંબો છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અઠવાડિયે માહિતી આપી કે, મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર 300 કિમી લાંબો વાયાડક્ટ તૈયાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત 383 કિમી પિયરનું કામ, 401 કિમી ફાઉન્ડેશનનું કામ અને 326 કિમી ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈના BKCમાં બની રહેલા દેશના એકમાત્ર ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ લગભગ 76 ટકા પૂર્ણ થઈ ગયું છે.

બુલેટ ટ્રેનના સફળ શરૂઆત ભારતને દુનિયાના એવા 15 પસંદગીના દેશોની હરોળમાં આવી જશે જ્યાં હાઇ-સ્પીડ રેલ સિસ્ટમ છે. સરકારનો દાવો છે કે, આ પ્રોજેક્ટ મુસાફરીનો સમય ઘટાડવામાં, પ્રદૂષણ ઘટાડવામાં, રોજગારી સર્જવામાં, માર્ગ અકસ્માતો ઘટાડવામાં, બળતણની આયાત ઘટાડવામાં અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં મદદ કરશે.