India Richest Cricketer: અમે તમને આજે એક એવી હસ્તી વિશે જણાવીશું જેમણે પોતાની કરિયરમાં ફક્ત ઘરેલુ ક્રિકેટ રમી છે આમ છતાં તેમની સંપત્તિ 20000 કરોડ રૂપિયાથી ઘણી વધુ છે.
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં જો સૌથી વધુ અમીર ક્રિકેટર વિશે કોઈનું નામ પૂછવામાં આવે તો તમે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, કે પછી એમ એસ ધોનીનું નામ લેશો. પરંતુ જો તમને કહીએ કે આમાંથી કોઈ પણ ભારતના સૌથી અમીર ક્રિકેટર નથી તો તમે કદાચ સાચું નહીં માનો પરંતુ હા...અમે જેમની વાત કરી રહ્યા છીએ તેઓ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમ્યા હોય પરંતુ અમીરીના મામલે તેઓ ભારતના તમામ ક્રિકેટરોથી ઘણા આગળ છે.
આજે અમે તમને જે હસ્તીની વાત કરીશું તેમણે પોતાની કરિયરમાં ફક્ત ડોમેસ્ટિક ક્રિકેટર જ રમ્યા છે. પરંતુ આમ છતાં તેમની સંપત્તિ 20000 કરોડથી ઘણી વધુ છે.
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની કુલ સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે. જ્યારે એમ એસ ધોનીની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. પરંતુ અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ તેમને કરોડોની સંપત્તિ તો વારસામાં મળી છે.
બરોડાના શાહી પરિવારના સમરજીતસિંહ ગાયકવાડ ભારતના અત્યાર સુધીના સૌથી ધનિક ક્રિકેટર ગણાય છે. વારસામાં તેમને 3400 કરોડ રૂપિયાની સંપત્તિ મળવાના કારણે તેમની નેટવર્થ સૌથી વધુ છે. સમરજીત સિંહ દુનિયાના સૌથી મોટા પ્રાઈવેટ ઘર લક્ષ્મી પેલેસના માલિક છે.
રણજીતસિંહ ગાયકવાડનો જનમ 25 એપ્રિલ 1967ના રોજ શાહી પરિવારમાં રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના ઘરે થયો હતો. તેઓ બરોડાના પૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર અને ક્રિકેટ પ્રશાસક પણ હતા.
સમરજીતસિંહે પોતાના કાકા સંગ્રામસિંહ ગાયકવાડ સાથે 2013માં એક મોટા વિવાદને ઉકેલ્યો અને પૂર્વ ક્રિકેટરે લક્ષ્મી વિલાસ પેલેસનો માલિકી હક મેળવ્યો. સમરજીતસિંહ ગાયકવાડને વારસામાં મળેલા ધનની રકમ 20,000 કરોડ રૂપિયાથી વધુ હતી.
ગાયકવાડ આજે પણ પોતાના વારસાગત મહેલ લક્ષ્મી વિલાસ પેલેસમાં પરિવાર સાથે રહે છે. આ ઘરની કિંમત ₹25,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. તેને બરોડા હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. આ મહેલ 1890માં બનાવવામાં આવ્યો હતો. જે 30 લાખ વર્ગ ફૂટમાં બન્યો છે. તેને બ્રિટિશ એન્જિનિયર મેજર ચાર્લ્સ મંટે ડિઝાઈન કર્યો હતો.
ક્રિકેટના મેદાન પર સમરજીતસિંહ ટોચના ક્રમના બેટર હતા અને તેઓ 1987 અને 1989 વચ્ચે બરોડા માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમ્યા હતા. તેઓ રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં છ પ્રથમ શ્રેણી મેચોમાં બરોડા માટે રમ્યા અને બરોડા ક્રિકેટર એસોસિએશન (બીસીએ)ના અધ્યક્ષ પણ બન્યા.
સમરજીતસિંહના લગ્ન વાંકાનેરના શાહી પરિવારના સભ્ય રાધિકારાજે સાથે થયા હતા. લક્ષ્મી વિલાસ પેલેસ ઉપરાંત તેઓ મંદિર ટ્રસ્ટના પણ પ્રભારી છે. જેમાં ગુજરાત અને વારાણસીના 17 મંદિર સામેલ છે. તેઓ 2014માં ભાજપમાં જોડાયા પરંતુ સમરજીતસિંહે 2017 બાદથી સક્રિય રાજકારણમાં ભાગ લીધો નથી.
ભારતના પૂર્વ બેટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારાઓમાં સૌથી અમીર ક્રિકેટર છે. ક્રિકેટથી સન્યાસ લેવાના અનેક વર્ષો બાદ પણ તેંડુલકરની કુલ સંપત્તિ હાલમાં 1300 કરોડ રૂપિયા છે.
પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની કુલ સંપત્તિ 1080 કરોડ રૂપિયા છે. જેમાં તેમની ડ્રોન સ્ટાર્ટઅપ, ખેલ ટીમો, અને રિયલ એસ્ટેટથી થનારી કમાણી સામેલ છે.
ભારતના સૌથી વધુ સફળ એથલીટ્સમાંથી એક વિરાટ કોહલીની નેટવર્થ 1050 કરોડ છે. જેનો શ્રેય ક્રિકેટ કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ વેન્ચરને જાય છે.