દુનિયામાં ધાકડ બેટ્સમેન બની ચૂકેલા આ ક્રિકેટરની બાળપણની કહાની ખુબ સંઘર્ષમય રહી. જે સાંભળે તેની આંખો ભીંજાઈ જાય. નામ જાણીને જો કે તમે ફીદા થઈ જશો.
દુનિયાના ધાકડ બેટ્સમેનોમાં સામેલ વેસ્ટ ઈન્ડિઝના શાનદાર ઓપનર ક્રિસ ગેઈલની કહાની ભારે સંઘર્ષમય રહી છે. ખુબ સંઘર્ષ કરીને તેઓ આજે આ મુકામ પર છે. જ્યાં આજે તેમનો બહોળો ચાહક વર્ગ છે.
આજે ક્રિસ ગેઈલ ક્રિકેટના સુપરસ્ટાર છે. તેમણે લીગ ક્રિકેટમાં રમીને ટી20 ક્રિકેટથી ભારે નામના મેળવી છે. જો કે એટલી જ છાપ તેમણે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં પણ છોડી છે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે 103 ટેસ્ટ, 301 વનડે અને 79 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. આ ઉપરાંત તેઓ દુનિયાભરની ટી20 લીગમાં પણ ખુબ રમ્યા અને અત્યાર સુધીમાં આ ફોર્મેટમાં 463 મેચો રમીને 14,562 રન કર્યા. જેમાં 22 સદી અને 88 હાફ સેન્ચ્યુરી સામેલ છે. તેઓ દુનિયામાં સૌથી વધુ ટી20 રન અને ટી20 સદી ફટકારનારા બેટ્સમેન છે.
આજે ક્રિસ ગેઈલ ભલે ઢગલો પૈસા કમાઈ ચૂક્યા હોય અને કરોડોના ઘરમાં રહેતા હોય પરંતુ એક સમયે ખુબ જ ગરીબીમાં જીવતા હતા. તેમનો પરિવાર એટલો ગરીબ હતો કે ગેઈલ શાળાનું એજ્યુકેશન પણ પૂરું કરી શક્યા નહતા. તેમના માતા રસ્તા પર મગફળી વેચતા હતા. જ્યારે ગેઈલ પરિવારને મદદ કરવા માટે રસ્તાઓ પરથી કચરો વીણતા હતા. તેઓ રસ્તા પરથી ખાલી પ્લાસ્ટિકની બોટલો વીણીને તેને વેચતા હતા. ગેઈલનો પરિવાર ત્યારે જમૈકામાં કાચી ઝૂંપડીમાં રહેતો હતો. તેઓ 5 ભાઈ બહેન હતા. જે આ નાની ઝૂપડીમાં રહેતા હતા. (કેટલાક રિપોર્ટસમાં આ ઝૂંપડી ક્રિસ ગેઈલની જણાવવામાં આવી છે.
એક જૂના ઈન્ટરવ્યુમાં ગેઈલ પોતાના સંઘર્ષની કહાની જણાવતા રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક દિવસ તેમને ખુબ ભૂખ લાગી હતી અને ઘરમાં ખાવા માટે કશું નહતું. ખિસ્સામાં પૈસા પણ નહતા ત્યારે તેમણે પેટ ભરવા માટે ચોરી કરવી પડી હતી. તેમણે કહ્યું કે જો ક્રિકેટ ન રમ્યો હોત તો તેમનું જીવન આજે રસ્તાઓ પર જ વીતતું હોત.
ક્રિસ ગેઈલનો રૂતબો આજે અમીરીમાં છે. ક્રિકેટથી કમાણી કરીને તેમણે જમૈકામાં આલિશાન વિલા બનાવ્યો છે. જેમાં પ્રાઈવેટ પૂલ, જીમ અને હોમ થિયેટર જેવી લક્ઝરી સુવિધાઓ છે. આજે ગેઈલ પાસે મોંઘીદાટ કારો છે જેમાં Mercedes Benz, Bentley અને Range Rover સામેલ છે. ક્રિસ ગેઈલની નેટવર્થ લગભગ 375 કરોડ રૂપિયા (ભારતીય ચલણમાં) આસપાસ છે.