આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ભારતમાં પણ તેની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે શ્રીનગરમાં યોગ કર્યો. પીએમ મોદીના યોગ કરવાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા શ્રીનગરમાં યોગ કર્યા. પહેલા આ કાર્યક્રમ દાલ સરોવરના કિનારે 6.30 વાગે થવાનો હતો. પરંતુ વરસાદના કારણે તેને ડોલમાં શિફ્ટ કરાયો. આ કાર્યક્રમમાં 7 હજાર લોકો સામેલ થયા હતા.
યોગાભ્યાસ બાદ પીમ મદી યોગ સાથે જોડાયેલા લોકોને મળ્યા અને તેમની સાથે સેલ્ફી લીધી. પીએમ મોદીને પોતાની વચ્ચે જોઈને લોકો પણ ઉત્સાહિત થયા. લોકોએ તાળીઓ પાડીને પીએમનું અભિવાદન કર્યું.
પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં યોગ સત્રમાં ભાગ લનારા લોકો સાથે મુલાકાત કરી. તેમણે આજે સવારે અહીં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું.
પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પોતે પણ લોકો સાથે મળીને શ્રીનગરમાં યોગ કર્યા. ઋષિકેશ અને કાશીથી લઈને કેરળ સુધી દેશમાં યોગને પર્યટનના નવા ટ્રેન્ડ તરીકે ઉભરતો જોઈ શકાય છે.
પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે યોગની યાત્રા સતત ચાલુ છે. આજે દુનિયામાં યોગ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. યોગ ફક્ત વિદ્યા જ નહીં પરંતુ વિજ્ઞાન છે.
પીએમ મોદીએ કહ્યું કે 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી અલગ અલગ થીમ પર તેની ઉજવણી થાય છે.