PHOTOS

મ્યુચ્યુઅલ ફંડની 15x15x15 ફોર્મ્યુલા બનાવી દેશે માલામાલ! જાણો કેવી રીતે બનાવે છે કરોડપતિ

How Works 15x15x15 Investing Rule: કોઈપણ રોકાણ માટે 15 વર્ષ એ સ્ટાન્ડર્ડ ટેન્યોર છે, આ સમય દરમિયાન તમને કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો મળે છે. અહીં આપેલી ગણતરીઓ અંદાજ પર આધારિત છે. બજારની સ્થિતિ અને તમારા મ્યુચ્યુઅલ ફંડના આધારે રિટર્ન વધુ કે ઓછું હોઈ શકે છે.

Advertisement
1/5
15x15x15ની ફોર્મ્યુલા
15x15x15ની ફોર્મ્યુલા

રિટાયરમેન્ટ સમયે દરેક વ્યક્તિ કરોડપતિ બનવાની ઇચ્છા રાખે છે. પરંતુ ખોટા પ્લાનિંગના કારણે તમારું આ સ્વપ્ન ઘણી વખત પૂર્ણ થતું નથી. પરંતુ જો તમારું રોકાણ યોગ્ય દિશામાં હોય તો તમારા રોકાણના લક્ષ્યને પ્રાપ્ત કરવું તમારા માટે સરળ બને છે. જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો, તો આ માટે તમારે 15x15x15ના નિયમનું પાલન કરવું પડશે. આ મુજબ રોકાણ 15 વર્ષના સમયગાળો, 15,000 રૂપિયાની SIP અને 15 ટકા વાર્ષિક રિર્ટન પર આધારિત હોવું જોઈએ.

2/5
એક વર્ષમાં રૂ. 1.8 લાખનું રોકાણ
એક વર્ષમાં રૂ. 1.8 લાખનું રોકાણ

જો તમે દર મહિને રૂ. 15,000ની SIP કરો છો, તો તેનો અર્થ એ કે તમે એક વર્ષમાં રૂ. 1.8 લાખનું રોકાણ કરો છો. આ રીતે તમે 15 વર્ષમાં કુલ રૂ. 27 લાખ જમા કરશો. જો તમને આના પર દર વર્ષે 15% રિટર્ન મળે છે, તો 15 વર્ષ પછી તમારા 27 લાખ રૂપિયા 1 કરોડથી વધુ થઈ જશે. 15 વર્ષ કોઈપણ રોકાણ માટે સ્ટાન્ડર્ડ ટેન્યોર છે, આ સમય દરમિયાન તમને કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો મળે છે. અહીં આ સમગ્ર ગણતરી એક અંદાજ પર આધારિત છે. બજારની સ્થિતિ અને તમે પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડના આધારે રિટર્ન ઓછું કે વધુ હોઈ શકે છે.

Banner Image
3/5
રિટર્ન પર શું અસર પડે છે
રિટર્ન પર શું અસર પડે છે

બજારમાં થતી વધઘટ શેરબજારના ઉતાર-ચઢાવને પણ અસર કરે છે. વધઘટ તમારા મ્યુચ્યુઅલ ફંડના રિટર્નને અસર કરે છે. તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તે રિટર્નને અસર કરે છે. વિવિધ ફંડ્સ અલગ-અલગ પ્રોપર્ટીમાં નાણાંનું રોકાણ કરે છે અને તેમનું જોખમ પણ અલગ-અલગ હોય છે. આ કારણે મળનારું રિટર્ન પણ અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, તમે જેટલો લાંબો સમય રોકાણ કરો છો, તેટલું સારું રિટર્ન મળે છે.

4/5
જરૂરિયાતોના આધારે કરો રોકાણ
જરૂરિયાતોના આધારે કરો રોકાણ

તમે તમારા રોકાણ લક્ષ્ય અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે લાંબા ગાળાનો ટાર્ગેટ છે, તો તમે તમારા પોર્ટફોલિયોમાં વધુ સ્ટોક રાખી શકો છો. પરંતુ જો તમને નજીકના ભવિષ્યમાં રૂપિયાની જરૂર હોય, તો તમે બોન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જ્યાં તમે રૂપિયાનું રોકાણ કરો છો તે તમારી જરૂરિયાતો પર આધાર રાખે છે. ધારો કે, તમે નિવૃત્તિ માટે બચત કરી રહ્યા છો, તો તમે તમારા રૂપિયાનો મોટો ભાગ શેરોમાં રોકાણ કરી શકો છો. લાંબા ગાળે શેરોમાંથી સારું રિટર્ન મળવાની શક્યતા છે. પરંતુ જો તમે તમારા રૂપિયા બોન્ડ્સમાં રોકાણ કરો છો, તો તમને ઓછું રિટર્ન મળશે પરંતુ રૂપિયા સુરક્ષિત રહેશે.

5/5

આ ઉપરાંત તમારે તમારી રિસ્ક લેવાની ક્ષમતા વિશે પણ વિચારવું જોઈએ. જે રોકાણકારોને ઓછું રિસ્ક ગમે છે તેઓ બોન્ડમાં રોકાણ કરે તો સારું રહેશે. પરંતુ જો તમે વધુ રિસ્ક લઈ શકો છો, તો તમારા રિટર્નની શક્યતા વધી જાય છે.





Read More