PHOTOS

IPL 2020 SRH vs KXIP: આ છે સંપૂર્ણ મેચની એક ઝલક, જુઓ તસવીરો

દુબઇના મેદાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં SRHએ શાનદાર જીત નોંધાવી હતી.

Advertisement
1/12
ટોસનો બોસ
ટોસનો બોસ

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીત્યો એને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

2/12
હૈદરાબાદની શાનદાર શરૂઆત
હૈદરાબાદની શાનદાર શરૂઆત

SRHના ઓપનિંગ પાર્ટનર ડેવિડ વોર્નરે તેની ટીમને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ ભેગા મળીને 160 રન માર્યા હતા.

Banner Image
3/12
વોર્નરની ફિફ્ટી
વોર્નરની ફિફ્ટી

કેપ્ટન ડેવિડ વોર્નરે 40 બોલમાં 52 રન બનાવ્યા હતા.

4/12
જોની બેયરસ્ટોની શાનદાર બેટિંગ
જોની બેયરસ્ટોની શાનદાર બેટિંગ

જોની બેયરસ્ટોએ 55 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 97 રનની શાનદાર બેટિંગ કરી હતી.

5/12
રવિ બિશ્નોઈની શાનદાર બોલિંગ
રવિ બિશ્નોઈની શાનદાર બોલિંગ

રવિ બિશ્નોઈએ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોને પેવેલિયન પરત મોકલી પંજાબને થોડી રાહત આપી હતી. તેણે અબ્દુલ સમદની પણ વિકેટ ઝડપી પાડી હતી.

6/12
અર્શદીપ સિંહ પણ ચમક્યો
અર્શદીપ સિંહ પણ ચમક્યો

IPL 2020ની પોતાની પ્રથમ મેચ રમતા અર્શદીપ સિંહએ 2 વિકેટ ઝડપી પાડી હતી. તેણે મનીષ પાંડ્યે અને પ્રિમ ગ્રગની વિકેટ મેળવી હતી. હેદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા હતા.

7/12
પંજાબની નબળી શરૂઆત
પંજાબની નબળી શરૂઆત

KXIPના ઓપનર મયંક અગ્રવાલ 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને ડેવિડ વોર્નર અને ખલીલ અહમદે સાથે મળીને આઉટ કર્યો હતો.

8/12
રાહુલ માત્ર 11 રને આઉટ
રાહુલ માત્ર 11 રને આઉટ

કેએલ રાહુલ પણ માત્ર 11 રન બનાવી શક્યો હતો અને તે અભિષેક શર્માના બોલનો શિકાર બન્યો હતો.

9/12
ન ચાલ્યો મેક્સવેલ
ન ચાલ્યો મેક્સવેલ

ગ્લેન મેક્સવેલથી પંજાબને મોટી આશા હતી, પરંતુ તે પ્રિયમ ગર્ગ દ્વારા 7 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.

10/12
પૂરણેની શાનદાર મેચ
પૂરણેની શાનદાર મેચ

નિકોલસ પૂરણે શાનદાર રમત બનાવીને 37 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 77 રન ફટકાર્યા હતા. જ્યાં સુધી તે ક્રીઝ પર રહ્યો ત્યાં સુધી પંજાબની આશા જીવંત રહી.

11/12
રશિદ ખાનની શાનદાર બોલિંગ
રશિદ ખાનની શાનદાર બોલિંગ

રશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. તેણે નિકોલસ પૂરણ, મનદીપ સિંહ અને મોહમ્મદ શમીને પાછા પેવેલિયન મોકલ્યા. પંજાબની આખી ટીમ 16.5 ઓવરમાં 132 રનમાં ખસી ગઈ હતી.

12/12
જીતનો હીરો બેરસ્ટો
જીતનો હીરો બેરસ્ટો

જોની બેરસ્ટોને તેની શ્રેષ્ઠ બેટિંગ માટે 'મેન ઓફ ધ મેચ' એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.





Read More